શહેર ના ન્યુરોસર્જનની કરતુત, ફીઝિયોથેરાપીસ્ટ યુવતીને કાઉચ પર સુવડાવી બાંધ્યો શરીર સબંધ…

અકોટાના ન્યૂરોસર્જન  પર આરોપ : યુવતીએ પોલીસ ફરિયાદ આપી

મિ.રિપોર્ટર, ૧૦મી ફેબ્રુઆરી. 

શહેરના કારેલીબાગમાં રહેતી અને ફીઝિયોથેરાપીસ્ટ યુવતીને અકોટામાં હોસ્પિટલ ધરાવતાં એક તબીબે બર્થ ડે વિશ કરવાના બહાને યુવતીને આલીંગનમા જકડી શારીરીક છેડછાડ કરી હતી. એટલું જ નહિ પણ ત્યારબાદ યુવતીને ચેમ્બરમાં જ આવેલા કાઉચ પર સુવડાવી શરીર સબંધ બાંધ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. 

પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે, કારેલીબાગમાં રહેતી એક ૩૪ વર્ષિય યુવતીએ સુરતથી ફીઝિયોથેરાપીસ્ટની ડિગ્રી વર્ષ ૨૦૦૭માં  મેળવી હતી. તે બાદ  વર્ષ ૨૦૧૦માં વધુ અભ્યાસ અર્થે તે કેનેડા ગઈ હતી. જોકે, યુવતીને કેનેડાનું વાતાવરણ અનુકુળ નહીં આવતાં અભ્યાસ છોડી વર્ષ ૨૦૧૨માં વડોદરા પરત ફરી હતી. પરત ફર્યા બાદ ૩૪ વર્ષીય યુવતીએ ફીઝિયોથેરાપીસ્ટ તરીકે પ્રેક્ટીસ શરૂ કરી વિવિધ હોસ્પિટલમાં નોકરી મેળવવા પ્રયત્ન શરૂ કર્યા હતા. દરમિયાનમાં વર્ષ ૨૦૧૩માં એક તબીબના રેફરન્સથી યુવતી અકોટામાં હોસ્પિટલ ધરાવતાં અને જાણીતા ન્યૂરોસર્જનને મળવા ગઈ હતી. તે વખતે ન્યૂરોસર્જને  યુવતીને કહ્યું કે, હું બોલાવું ત્યારે હોસ્પિટલમાં આવવાનું રહેશે. જેથી યુવતી ન્યૂરોસર્જનની વાત સાથે સહમત થતાં ફીઝિયોથેરાપીસ્ટ તરીકે નોકરી પર રાખી હતી. ડોક્ટરે યુવતીના અંગત જીવનની બધી માહિતી એકત્ર કરી હતી.

તો બીજીબાજુ તબીબ પર વિશ્વાસ રાખીને યુવતીએ વાતચીતમાં ન્યૂરોસર્જનને કહ્યું કે, મારી સગાઈ થઈ ગઈ છે, પરંતુ ભાવી પતિ સાથે મતભેદ ચાલતો હોવાથી માનસિક તણાવમાં રહું છું. જેનો ન્યૂરોસર્જને ફાયદો  ઉઠાવી યુવતીની એકલતાનો લાભ લઈ શારીરિક છુટછાટ લેવાનું શરૂ કર્યું હતું. જેનો યુવતીએ વિરોધ કરતાં ન્યૂરોસર્જને માફી માંગી ફરીથી આવું વર્તન નહીં કરું, તેમ કહ્યું હતું. આ ઘટના બાદ ૪થી ડિસેમ્બર ૨૦૧૪ના રોજ યુવતીનો જન્મ દિવસ હતો, ત્યારે ન્યૂરોસર્જને તેને પોતાની ચેમ્બરમાં બોલાવી હતી. ન્યૂરોસર્જને બર્થ ડે વિશ કરવાના બહાને યુવતીને આલીંગનમા જકડી શારીરીક છેડછાડ કરી હતી. ત્યારબાદ યુવતીને ચેમ્બરમાં જ આવેલા કાઉચ પર સુવડાવી શરીર સબંધ બાંધ્યો હતો. તેવો પણ આક્ષેપ યુવતીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં કર્યા છે.