રાફેલ મુદ્દો ઉઠાવનારા રાહુલ ગાંધી પર શાબ્દિક વાર કરવા માટે ભાજપના સાંસદોને આદેશ…કેમ…?

એમપીના મેગેઝીન ‘આશ્રય’ ની એક કૉપી પણ આપવામાં આવી :  મેગેઝિનનું મુખ્ય પેજ પર  રાહુલ ગાંધીનું ચિત્ર છે : તેના પર લખ્યું છે કે ” આ રાફેલ મુજે માર ‘ 

નવી  દિલ્હી, ૧૯મી ડિસેમ્બર. 

રાફેલ ડીલ પરના સુપ્રીમ કોર્ટે મોદી સરકારના પક્ષમાં ચૂકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ એકદમ જ બેકફૂટ પર ચાલી રહેલ ભાજપ ફ્રંટ ફૂટ પર આવી ગઈ છે. જેના પગલે ભાજપના નેતાઓ અને સાંસદોને આદેશ આપવામાં આવ્યો છે કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને લક્ષ્યાંક બનાવીને રાફેલ મુદ્દે શાબ્દિક યુદ્ધ દ્વારા સતત રીતે ઘેરવા જણાવામાં આવ્યું છે.  તો બીજીબાજુ હવે એ જોવાનું રહેશે કે ભાજપની રણનીતિ નો કોંગ્રેસ કેવો જવાબ આપે છે અને તેનો સામનો કરે છે. 

એક જાણીતા અખબારમાં છપાયેલ દિલ્હી કોન્ફીડેંશિયલ કોલમ અનુસાર, પક્ષની સંસદીય બેઠકમાં મંગળવારે રાહુલ ગાંધી પર રાફેલ મુદ્દે શાબ્દિક હુમલો કરવા માટે સાંસદોને કહેવામાં આવ્યું હતું. રાફેલ ડીલ  મુદ્દે રાહુલ ગાંધીને દેશની જનતાની માફી માંગવાનો કાર્યક્રમ પણ શરુ કરવામાં આવ્યો છે.  જેના માટે ભાજપના નેતાઓએ દેશભરમાં ૭૦થી વધુ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીના જુઠાણાને જનતા સુધી પહોચાડવાનો સંકલ્પ કર્યો છે.  આ કાર્યક્રમ વચ્ચે જ પક્ષની સંસદીય બેઠકમાં એમપીઓને મેગેઝીન ‘આશ્રય’ ની એક નકલ પણ આપવામાં આવી હતી. આ મેગેઝીનને  પત્રકાર બહાદુર રાય દ્વારા સંપાદિત કરવામાં આવી છે.  આ મેગેઝિનના મુખ્ય પેજ પર  રાહુલ ગાંધીનું ચિત્ર છે  અને તેના પર લખ્યું છે કે ” આ રાફેલ મુજે માર ‘. તો બીજીબાજુ હવે એ જોવાનું રહેશે કે ભાજપની રણનીતિ નો કોંગ્રેસ કેવો જવાબ આપે છે અને તેનો સામનો કરે છે.