સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર બિહારના ડે.સીએમ બાદ મહારાષ્ટ્રના પરિવારને કડવો અનુભવ

Spread the love

રાજપીપળા, ૧૯મી નવેમ્બર, વિશાલ મિસ્ત્રી

બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી 13મી નવેમ્બરે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ સ્પીડ લિફ્ટમાં રિવ્યુ ગેલેરી જોવા ઉપર જતા હતા ત્યારે ઓવરલોડને કારણે અચાનક પાવર ઓફ થઈ જતા લિફ્ટ અટવાઈ ગઈ હતી. આ કડવા અનુભવ બાદ હવે મહારાષ્ટ્રના પરિવારને કડવો અનુભવ થયો છે. જેમાં કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ છે.

બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી 13મી નવેમ્બરે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ સ્પીડ લિફ્ટમાં રિવ્યુ ગેલેરી જોવા ઉપર જતા હતા ત્યારે ઓવરલોડને કારણે અચાનક પાવર ઓફ થઈ જતા લિફ્ટ અટવાઈ ગઈ હતી.જેથી અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને લિફ્ટને ફરી ચાલુ કરવા દોડધામ મચી હતી.લિફ્ટમાં હાજર તમામ લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા તો કેટલાકને શ્વાસ રૂંધાયાની તકલીફ સામે આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.જોકે અંતે વધારાના માણસોને લિફ્ટની બહાર કાઢતા ગણતરીની મિનિટોમાં જ લિફ્ટ ચાલુ થઈ જતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.બાદ સુશીલ મોદી સહિત સૌરભ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર અને એની આસપાસનો સુંદર નજારો નિહાળ્યો હતો. હાઈ પ્રોફાઇલ નેતા સાથે બનેલા કડવા અનુભવ બાદ હવે સામાન્ય લોકોને પણ જોર અનેક કડવા અનુભવોમાંથી પસાર થવું પડી રહ્યું છે. 

વાત જાણે એમ છે કે, 18મી નવેમ્બરે મહારાષ્ટ્રનું એક પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યું હતું.ત્યારે તેમને પણ એક કડવો અનુભવ થયો હતો.મહારાષ્ટ્ર ધુલિયાના અનિલ આત્મારામ સીરસાઠ પોતાની પત્ની સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા.દરમિયાન ડેમ સાઈટ વ્યુ પોઇન્ટ સનસીટી 1 ખાતે આવતા એમની પત્નીની નજર ચૂકવી કોઈ અજાણ્યા ઈશમે ગળા માંથી મંગળસૂત્ર ખેંચી લીધું હતું.બાદ તુરંત એમણે મંગળસૂત્ર પકડી લીધું હતું પરંતુ ખેંચતાણમાં અજાણ્યો ઇશમ 40 હજારની કિંમતનું અડધું મંગળસૂત્ર લઈ જવામાં સફળ નીવડ્યો હતો.આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ છે.