સુંદર યુવતીએ બિઝનેશ શરુ કરવા માટે માનવામાં ન આવે તેવું ગંદુ કામ કર્યું, કારણ જાણી ને તમે પણ ચોકી જશો… 

મુંબઈ- ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૨૪મી જુન. 

દરેક વ્યક્તિને ઓછા સમયમાં જ લાખોપતિ અને કરોડપતિ થવું હોય છે. મુંબઈની એક સુંદર અને સ્વરૂપવાન યુવતીએ લાખોપતિ થવા અને પોતાનો બિઝનેશ શરુ કરવા માટે માનવામાં ન આવે તેવું કામ કર્યું, તે જાણી ને તમે પણ ચોકી જશો… 

વાત જાણે એમ છે કે, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક હીરાની પેઢીમાં કામ કરતી 25 વર્ષની યુવતી પૂજા દરાલે પોતાની ઓફીસમાં એવું કાંડ કર્યું કે તે રંગેહાથ cctv માં કેદ થઇ ગઈ. એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી પૂજા દરાલે પોતાની જ  ઓફિસમાંથી જ 30 લાખ રુપિયાની ચોરી કરી હતી. એટલુજ નહિ પણ તે ચોરેલા રૂપિયામાંથી પૂજા દરાલે  કાર ખરીદી હતી. ત્યારબાદ પોતાના બોયફ્રેન્ડ સાથે છૂમંતર થઈ ગઈ હતી. 

આ ઘટનાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પૂજા પોતાના એક દોસ્તને 16 લાખ રુપિયા સાચવવા આપીને ગઈ હતી. પોલીસે રુપિયા સાથે તેના ફ્રેન્ડની ધરપકડ કરી છે. પૂજાએ કરેલી ચોરી ત્યારે બહાર આવી હતી જ્યારે આ જ પેઢીમાં કામ કરતી રિંકી શાહ નામની યુવતીને કેશમાં કંઈક ગડબડ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સીસીટીવી ફુટેજ ચેક કરાતા પૂજા ઓફિસમાં રખાયેલા તિજોરીમાંથી  કેશ કાઢતી દેખાઈ હતી. આ મામલે ડાયમંડ ફર્મે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પૂજાએ ઓફિસે આવવાનું બંધ કરી દેતાં જ તેના પર શંકા ગઈ હતી, અને સીસીટીવી ચેક કરાતા પૂજા ચોરી કરતા રંગેહાથે ઝડપાઈ ગઈ હતી.

પોલીસના હાથે ઝડપાયેલા પૂજાના ફ્રેન્ડે પોલીસને જણાવ્યું છે કે, ચોરીના 30 લાખમાંથી પૂજાએ બે કાર ખરીદી હતી. તે પોતાના બોયફ્રેન્ડ સાથે બાકીની કેશ લઈને નાસી ગઈ હતી. પૂજા ચોરીના રુપિયાથી પોતાનો બિઝનેસ ચાલુ કરવા માગી હતી. આ ઉપરાંત, તે જેની સાથે ભાગી ગઈ છે તે પ્રેમી સાથે લગ્ન કરી સેટલ થવાનો પણ તેનો પ્લાન હતો.

Leave a Reply