કામ ની વ્યસ્તતા વચ્ચે બ્રેક લેવા હું મારી ઓફીસ ની બારી પાસે આવી સિગરેટ સળગાવી. મારી આ આલીશાન ઓફીસ, સ્કાય એલીગન્ટ ના નવમાં માળે હતી તેમજ દસમો અને અગિયારમો માળ પણ મારા ઓફીસ નો જ ભાગ હતો. જેવી મેં બારી ખોલી નીચે મેં એક બ્લેક ટેક્ષી અમારા સ્કાય એલીગન્ટ ના એન્ટ્રન્સ પાસે આવી ઉભી રહી. તેમાંથી એક યુવતી બહાર આવી તેને ભાડું આપ્યું અને અમારા બિલ્ડીંગ (સ્કાય એલીગન્ટ) માં આવી. આ દ્રશ્ય જોઈ ત્રણ કે કદાચ સાડા ત્રણ વર્ષ પહેલાની એ સવાર યાદ આવી ગઈ.

કદાચ એ બધા દિવસો ની યાદો થી દુર રહેવા જ હું આખો દિવસ કામ માં વ્યસ્ત રહેતો પણ આજે સાડા ત્રણ વર્ષ પહેલા ની સવાર યાદ આવી ગઈ અને આખા શરીર માં ધ્રુજારી પ્રસરી ગઈ. હા, આજે પણ મને યાદ છે, એ દિવસે હું આજ રીતે બારી પર આવ્યો અને નીચે જોયું તો એક યુવતી જેણે બ્લુ-વાઈટ ના કોમ્બિનેશનમાં સલવાર-કમીઝ પહેરેલું અને જમણા હાથ માં ફાઈલ હતી તે ફટાફટ ઉતાવળે ટેક્ષી માંથી થી નીકળી ઝડપ લીફ્ટ તરફ ગઈ. મને ખબર નહી કેમ ??!!!! આટલા ઉપરથી પણ તેને જોવા માં રસ પડ્યો, બાકી મારી ઓફીસમાં  ગર્લ્સ કાંઈ ઓછી ન હતી. એટલે તરતજ મેં CCTV માં બિલ્ડીંગ ના એન્ટ્રન્સ નો ભાગ ઝૂમ કર્યો. તે થોડી ઉતાવળે લીફ્ટ તરફ ગઈ અને લીફ્ટ નું બટન દબાવ્યું.

મને આ જોઈ તરતજ ખ્યાલ આવી ગયો કે આજે મેનેજમેન્ટ ના સ્ટાફ લેવા માટે ઈન્ટરવ્યું રાખ્યા હતા એટલે જરૂર આ તે માટે જ આવી લાગે છે. મેં ખાતરી કરવા અગિયાર માં માળ ના કેમેરા ઝૂમ કર્યા, અને એવુ જ થયું, તે અગીયારમાં માળે આવી, તેનો ઈન્ટરવ્યું ટોકન લઈ લોન્જ માં બેસી ગઈ. તેના આબેહુબ ચહેરા પર મારી પહેલી વાર નજર પડી, તેનો સુંદર ચહેરો, તેટલી જ સુંદર આંખો અને તેની આંખો ના ભાવ તેની સાદગી ની ભાષા બોલી રહ્યા હતા. ઝડપ થી એક વિચાર મારા મગજ માં આવ્યો “તેને પામવા નો” અને આ વિચારે મારા રુવાડા ઉભા કરી દીધા.

એટલે તાત્કાલિક મારા અસીસટન્ટ `કાર્લેકર’ ને મારી ઓફીસ માં બોલાવ્યો અને તેને જણાવ્યું કે આજે ઈન્ટરવ્યું તું લઇ લેજે કારણ આજે મારે બહુ જ કામ છે અને ઈન્ટરવ્યું કેબીન ના બધા જ  કેમેરા ઓન કરી દેજે. તે “યસ સર” કહી ઈન્ટરવ્યું લેવા ૧૧ માં માળે જતો રહ્યો. મારું ઈન્ટરવ્યું નહી લેવાનું કારણ હવે એવું હતું કે જો આવેલી સુંદર યુવતી મને બોસ ના રૂપ માં જોશે તો મને ક્યારેય પસંદ નહી કરે.

મારે એની સાથે પહેલા સાધારણ વ્યક્તિ તરીકે જ મળવું પડશે. કારણ ઓફીસ માં મને બધા અતિશય કડક, શિસ્તબધ્ધ, ઘમંડી, તોછડાઈ થી વર્તનાર તરીકે ઓળખતા કારણકે સ્ટાફ ને મારા આવાજ અનુભવ થયા હતા ભલ ભલા મારી કેબીન માં આવતા ડરતા. કેબીન ની બહાર મારી ગોલ્ડન કલર ની નેમ પ્લેટ પર કાળા અક્ષર થી મારું નામ “નીલ રાઠોડ” લખેલું રહેતું. 

બધા પ્રાથના કરતાં કે આ કેબીન માં ક્યારેય જવું ના પડે. હું ઓફીસ માં કાયમ પ્રોફેશનલ ડ્રેસ-અપ કરતો. અને રીમ્લેસ (નમ્બર વાળા) ગ્લાસ પહેરતો. અને જેવો તે ગ્લાસ પહેરતો મને એવું લાગતું કે અંદર નો અતિશય કડક, શિસ્તબધ્ધ માણસ બહાર આવી ગયો હોય, અને આ ગ્લાસ પાછળ મારી બધીજ લાગણીઓ ઢકાઈ જતી.

મારા અતિશય કડક વ્યક્તિવ પાછળ પણ કારણો હતા. મેં મારી જીન્દગી માં ખુબ સંઘર્ષ કર્યો હતો. બાળપણ મા જ મારા પિતા ને અસાધ્ય રોગ થઇ ગયો હતો એટલે ઘરની બધીજ જવાબદારી મારા પર આવી ગઈ હતી. પિતા ની કોઈ ખાસ આવક હતી નહી એટલે બચત પણ હતી નહી. પિતા ની દવા ના અને ઘર ના અન્ય ખર્ચા હું મારી મા બંને કામ કરતાં. હું ફૂટપાથ પર રમકડા નો થેલો લગાવતો અને માં નજીક ના ઘરો માં રસોઈ બનાવતી. એક દિવસ મને પ્રેમ કરતાં મારા પિતા અવસાન પામ્યા.

આ પણ વાંચો…..તનુશ્રી ના શરીરની મન-મોહકતા સામે મારી પત્ની ભલે થોડી ફીકી છે, પણ તેના સમર્પણ ને તનુશ્રી ક્યારેય જીતી ના શકે…

આમ મેં મારું બાળપણ અને મારી બધી ઈચ્છાઓ ને કુટુંબ માટે મારી નાખી હતી અને હવે સ્વભાવ માં ધીરે ધીરે માર ખાઈ-ખાઈ ને નિષ્ઠુરતા અને દયાહીનતા નો જન્મ થઇ ગયો હતો. એમ કરતાં કરતાં મેં રમકડા ની દુકાન લીધી તે અરસા માં મારી માં પણ અવસાન પામી અને પછી એક દિવસ રમકડા ફેક્ટરી નો માલિક બન્યો. ફેક્ટરી નું નામ મેં મારી માં ના નામ પર મુક્યું “નિર્મલા પ્લાસ્ટીકસ” જેની ઓફીસ મેં `સ્કાય એલીગન્ટ’ માં લીધી.)

જેવા ઈન્ટરવ્યું પત્યા એવા તરત જ મેં ફાઈલ મારી ઓફીસ માં મંગાવી, તે યુવતી નો બાયોડેટા જોયો તેનું નામ હતું સુપ્રિયા ખરે. સુપ્રિયા ને બેસાડી રાખી બાકીના ને જવા કહ્યું. મેં સુપ્રિયા ના સિલેકશન ના ઓર્ડર તાત્કાલિક પ્રિન્ટ કરાવી તેને બીજા જ દિવસ થી ઓફીસ જોઈન કરવા કહેડાવી દીધું. હવે મારી આંખો માં ચમક આવી ગઈ હતી મેં પહેલી વાર મારા હ્રદય ને ધડકતું અનુભવ્યું હતું.

મેં ફટાફટ મારા અસીસટન્ટ કાર્લેકર ને બોલાવી કહી દીધું કે થોડા દિવસ હું કામ પર નહી આવું ઓફીસ તું સંભાળજે. કોઈ ખાસ કામ હોય તોજ મને બોલાવજે અને હું બિલ્ડીંગ ની પાછળ ની લીફ્ટ થી આવીશ અને મારા આવવાની કોઈને જાણ કરતો નહી.

આ પણ વાંચો…ડાન્સ પાર્ટીમાં આવવું છે ?’ તેમ કહી બોલાવી ને નગ્ન વીડિયો ઉતારી એક અભિનેત્રી કઈ રીતે લોકોને લુંટતી ? જુઓ

હું મારી ઓફીસ માં મારા કેસ્યુલ કપડા ની જોડી રાખતો તે પહેરી કોઈ જોવે ના તે રીતે પાછળ ની લીફ્ટ થી નીચે ઉતરી સડસડાટ ગેટ ની બહાર નીકળી જમણી તરફ ના ફૂટપાથ પર ચાલવા લાગ્યો અને થોડી દુર જઈ ઉભો રહ્યો. સુપ્રિયા ગેટની બહાર નીકળી તેને જમણે ડાબે જોયું અને સામે ની સાઈડ પર થોડે દુર બસ સ્ટોપ હતું ત્યાં જઈ ઉભી રહી ગઈ, બસ સ્ટોપ પર ભીડ હતી એટલે હું પણ તેને ખબર ના પડે તે રીતે તેની પાછળ ગોઠવાઈ ગયો.

બસ આવી તે બેસી ગઈ અને તેની પાછળ હું પણ બેસી ગયો. તેને કુર્લા, સ્વામીનારાયણ ટેમ્પલ ની ટીકીટ માંગી આમ મેં તેના સરનામાં થી સ્વભાવગત ચોક્સાઈ કરી લીધી. ઘરે જતા પહેલા રસ્તામાં જ મેં ત્રણ ચાર સિમ્પલ શર્ટ, નોર્મલ ટી-શર્ટ, સાદા બ્લેક શુઝ, એક બ્લેક (પટ્ટા વાળી) ખરીદી લીધા. હવે મને ઉતાવળ હતી બીજા દિવસની સવારની. સવારે ફટાફટ નોર્મલ કપડા અને શુઝ પહેરી બેગ ક્રોસ માં ખભે થી ભેરવી મેં અરીસા માં જોયુ તો હવે હું એક નોર્મલ સેલ્સ  એક્ઝીક્યુટીવ લાગતો.

આ પણ વાંચો….તારી બહુ યાદ આવે છે, સાલુ તું હતી તો રોનક હતી, જિંદગી જીવવા જેવી લાગતી…

આમ તૈયાર થઇ ટેક્ષી કરી કુર્લા સ્વામીનારાયણ ટેમ્પલ પહોચી ગયો. મારા અનુમાન પ્રમાણે તે ટાઇમ પર બસ સ્ટોપ આવી ગઈ. તેના ચહેરા પર નોકરી ના પહેલા દિવસ ની ખુશી સાફ દેખાતી હતી. હું પણ તેની આજુબાજુ ગોઠવાઈ ગયો. હવે મારે જે કરવાનું હતું તે એક સામાન્ય વ્યક્તિ તરીકે કરવાનું હતું, મારે એ ખાસ ધ્યાન રાખવાનું હતું કે મારો ઘમંડ ઉછાળા મારી ને બહાર ન આવી જાય. બસ આવી હું તેનું ધ્યાન મારી તરફ ખેચાય તેવી રીતે તેની આગળ ની સીટ ઉપર બેસી ગયો.

તે મારી ઓફીસ સ્કાય એલીગન્ટ નજીક ના બસ સ્ટોપ પાસે ઉતરી ગઈ. આમ બે ત્રણ દિવસ મેં સવાર સાંજ તેની સાથે બસમાં ધીરજ પૂર્વક કાઢ્યા કે જેથી તે મને જાણતી થાય. અહી મને મારા ગુણો ની મદદ મળી, જેવાકે ધીરજ, શિસ્ત, સમયસુચકતા, માણસ ને ઓળખવાની કળા જે આજ સુધી પૈસા કમાવવા કામ લગતા,.. હવે પ્રેમ ને પામવા….. ચોથા દિવસે પાછો હું સમયસર બસ સ્ટેન્ડ પહોચી ગયો અને મારા મિત્ર નિલય ને જણાવી દીધું કે હું તને ફોન કરું એટલે `હું જે પણ બોલું’ તું સાંભળ્યા કરજે. “યાર, છોકરી નો મામલો છે” તે સમજી ગયો. બસ માં અમે સાથે ચઢ્યા મેં તેની પાછળ ની સીટ લીધી.

ક્રમશઃ 

આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.

 

 

One thought on “સુંદર ચહેરો, તેટલી જ સુંદર આંખો અને તેની આંખો ના ભાવ જોઇને તેને પામવાનો વિચાર આવ્યો, ને તે વિચારે મારા રુવાડા ઉભા કરી દીધા….”

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: