એપિસોડ -19

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા:ભૂમિકા બારોટ

(એપિસોડ -18: તમે પાછલાં અંકમાં વાચ્યું..આકાંક્ષા ડર ની સામે એના પાપા દાદર ઊતરી ને એ લોકો પાસે આવી ગયા. જેમ જેમ એના પાપા એ લોકો ની નજીક આવતા હતા એમ આકાંક્ષાનો જીવ ઉંચો થઇ ગયો હતો.એ વિચાર માં હતી કે એના જીજા એના પાપા ને શું વાત કરશે? પણ જીજા વાત ને ફેરવી નાખે છે એ ત્યો એમના નવા ઘર ના કામ થી આવ્યા છે એવું જણાવે છે અને આકાંક્ષા ને જીવ માં જીવ આવે છે. અને એ નોર્મલ થઇ જાય છે. એ પછી એના જીજા અને એના પાપા મકાન વિષે વાત કરે છે અને બીજા દિવસે મકાન ના કામ થી મળવાનું નક્કી કરે છે. અને જીજા ઘરે જવા નીકળે છે એ વખતે આકાંક્ષા ને એટલું કહી ને જાય છે વિશ્વાસ એના લાયક નથી.)

‘ પણ ….’ હું બોલવા જાવ એ પહેલા જ દીદી અને જીજાજી નીકળી ગયા.

એ બને ના ગયા પછી હું હવે વધારે વિચારો માં રહેવા લાગી. મારા મગજમાં એ જ વિચારો ચાલતા હતા કે કૃતાર્થ જીજા એ કેમ વિશ્વાસ માટે આવું કહ્યું. હું સીધા વિશ્વાસ ને જ વાત કરું ??? ના ના જીજજી મને ખોટું કેમ કહે ??? કઈક તો હશે ને એવું વિશ્વાસ માટે જે મારાથી છુપું છે એવી કોઈ વાત જે બની શકે વિશ્વાસ એ મારાથી છુપાવી હોય. મારે જીજાજી ને આમ કહેવા પાછળ નું કારણ પૂછવું જ પડશે….. નહી તો આમ વિચારી વિચારી ને પાગલ થઇ જઈશ. આમ વિચારી હું જીજા ને મળવા ઘરે પહોચી. રવિવાર નો દિવસ હતો એટલે વિચાર્યું કે જીજાજી ઘરે જ હશે …… એમ વિચારી હું એકટીવા ચાલુ કરી ને દીદી ના ઘરે જવા નીકળી.

ટ્રીન……ટ્રીન…….ટ્રીન…… ડોરબેલ મારવા છતાં કોઈ દરવાજો ખોલતું નહોતું. મને લાગ્યું કે હું મોડી પડી… લાવ ફરી એક વાર પ્રયત્ન કરું એમ વિચારી મેં ફરી ડોરબેલ વગાડી. ટ્રીન……..ટ્રીન…..ટ્રીન…..

‘ અરે …. હા ભાઈ થોડી શાંતિ રખાય…. આમ કઈ મશીન છે કે બધા કામ ફટાફટ થાય? ‘ અંદર થી દીદી નો અવાજ સંભળાયો.

‘ કોણ છે ?’ દીદી એ દરવાજો ખોલતા જ સવાલ પૂછ્યો.

‘ અરે … દીદી હું છું’ મેં કહ્યું.

‘ અરે અક્કુ તું સવાર ના ૧૦ વાગ્યામાં ? ?????? શું થઇ ગયું ?????’ દીદી એ થોડા રઘવાટ માં પૂછ્યું.

‘ કેમ દીદી કઈ થાય તો જ સવાર માં અવાય ?’ મેં થોડો મીઠો છણકો કરીને અંદર જતા કહ્ય.

‘ અરે ના હોય કઈ ?? પણ આમ અચાનક આવે તો મને ચિંતા થાય એટલે પૂછ્યું.’ દીદી એ કહ્યું.

‘ જીજા ક્યાં છે મારે એમની જોડે અગત્ય ની વાત કરવી છે.’ મેં આમ તેમ જોતા કહ્યું.

‘ એ નાહવા બેઠા છે હમણાં આવશે….. બોલ ને તું કોફી પીશ ને ….. ‘ દીદી એ રસોડા માં જતા કહ્યું.હું પણ એની પાછળ રસોડા માં ગઈ.

‘ લાવ…. દીદી હું બનાવી દવ. તું ઉભી રહે બાજુ માં….’ મેં દીદી ના હાથમાંથી કોફી નો ડબ્બો લેતા કહ્યું.

‘ અહમમ…. આજે કઈ વધારે પ્રેમ આવે છે દીદી પર….. ચોક્કસ કોઈ મસ્કો લગાડવા આવી છે તું …. બાકી આમ જાતે કઈ કરે એવા લખણ નથી તમારા…’ દીદી એ મારી ચોરી પકડી લીધી હોય એમ મલકાતા કહ્યું.

‘ એવું કઈ છે નહિ હું તને અને જીજા ને મળવા જ આવી છું’ મેં થોડા ગુસ્સા માં દીદી ને જવાબ આપ્યો અને કોફી બની ગઈ હતી તો કોફી નો કપ લઇ ને બહાર આવી.

‘અરે સ્વાતી કોણ આવ્યું છે? કોની જોડે વાતો કરે છે ?? કે હવે એકલી એકલી જ બબડવા લાગી છે ?????’ જીજા એ દીદી જોડે મજાક કરતા કહ્યું.

‘ એટલે હું કઈ તમને ગાંડી દેખાવ છું? તો સવાર સવાર માં ચાલુ કરી દીધું….. ?? ‘ દીદી એ અકળાતા જીજા ને કહ્યું.

‘ અરે જીજા શું તમે સવાર સવાર માં હિંગ ના ઝાડ ને હલાવો છો ???? ‘ મેં જીજા નો પક્ષ લેતા કહ્યું.

‘ તું ચુપ રહે…. નહી તો એમનો બધો ગુસ્સો તારા પર નીકળશે….. મારી મારી ને ધોઈ નાખીશ ….જીજા ની ચાપલી……’ દીદી એ મારી પણ ઝાટકણી લેતા કહ્યું.

‘ જવા દે …. સ્વાતી મજાક હતો આવ બેસ ….. અને હા અક્કુ બોલ …. શું કામ હતું તારે ???’ જીજા એ દીદી ને બેસાડતા મને સવાલ કર્યો.

‘ હા કહું છું પણ પહેલા પ્રોમિસ કરો કે મને મારા સવાલો ના સાચા જવાબ આપશો…’ મેં જીજા ને કહ્યું.

‘ જો અક્કુ તું મને વિશ્વાસ વિષે વાત કરવા આવી હોય તો માફ કરજે હું તને કઈ ખાસ નહિ કહી શકું….’ જીજા એ ના પાડતા કહ્યું.

‘ જીજા તમને દીદી ના સમ તમારે મને સવાલ ના જવાબ આપવા પાડશે…’ મેં જીજા ને કહ્યું.

‘ અરે કહી દો ને જે જાણતા હોવ એ …..’ દીદી એ જીજા ને માનવતા કહ્યું.

‘ જીજા કેમ તમે મને વિશ્વાસ થી દુર રહેવાનું કહ્યું? જો કારણ વ્યાજબી હશે તો હું એનાથી દુર રહીશ… પણ મને કારણ જાણવા નો હક છે .મારે એ કારણ જાણવું છે.’ મેં જીજા ને અપીલ કરતા કહ્યું.

અને એ પછી જીજા ના જવાબ સાંભળી મારા પગ નીચે થી જમીન ખસી ગઈ. હું વિચારી ના શકી કે વિશ્વાસ ના સુંદર દેખાતા ચહેરા પાછળ એના જીવન ની કાળી કાલીપ છે જે મારા જીવન ને પણ અંધકારમય બનાવી દેશે………

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: