મિ.રિપોર્ટર, ૭મી નવેમ્બર.
સોશિયલ મીડિયાના લીધે દુનિયા ખુબ નાની અને હાથ વેગી થઇ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક નાનું રીંછ રૂસ પર્વત પર સંઘર્ષ કરતું હોય તેવો એક વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 5 નવેમ્બરે બહાર આવેલા એક વીડિયોમાં એક નાનું રીંછ પોતાની મા પાસે પહોંચવામાં કેટલી મહેનત કરે છે. તે વારંવાર ફેલ થાય છે પણ હિમ્મત નથી હારતું અને છેવટે તેના મમ્મી પાસે પહોંચે છે.
વાઈરલ વિડીયોમાં દેખાય છે કે રીંછનું બચ્ચું શરૂઆતમાં માં તરફ પાછળ પાછળ ચાલે છે. પછી આગળ બરફ વધુ હોવાના કારણે બંને જણા સ્લિપ થઈને નીચે પડે છે. પછી માતા તો સંભાળીને ઉપર ચાલે છે, પણ બાળક પાછળ રહી જાય છે. ફરી શરૂ થાય છે બાળકની માતા સુધી પહોંચવાની સફર. એક બાજુ માતા તેના બાળકની રાહ જોઈ રહી છે. ત્યાં બીજી બાજુ બાળક ઉપર આવી રહ્યો હતો. માતા ચાહવા છતા પણ કંઈ કરી શકતી નથી અને બાળક પ્રયાસો પછી પણ વારંવાર નીચે પડી જાય છે. પરંતુ આખરે માતા-પુત્રનો પ્રેમ જીતી જાય છે અને બાળક ઉપર તેની માતાના સુધી પહોંચે છે.શરૂઆતમાં