આર્થિક સ્થિતિ તંગ થતા અર્જુન એવોર્ડ વિજેતા આ ખેલાડી વેચવા માગે છે પોતાની 30 લાખની લક્ઝરી BMW કાર…?

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રીપોર્ટર, ૨૨મી જુલાઈ.

દેશમાં હજુ પણ કોરોના મહામારીનો ખતરો યથાવત છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના ના કેસોમાં વધારો થઇ રહ્યો છે, આ બાબત ઘણી જ ચિંતાજનક છે.  કોરોના ના લીધે લોકોની આર્થિક સ્થિતિ પણ વધુ તંગ બની છે. હવે આની  નેગેટિવ અરસ હવે ખેલાડીઓની આર્થિક સ્થિત પર પણ જોવા મળી રહી છે. સ્ટાર ભારતીય એથલીટ દુતી ચંદને આગામી વર્ષની ટોક્યો ઓલિમ્પિકને સ્થગિત થવાને કારણે આર્થિક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તે પોતાની ટ્રેનિંગને પૂરી કરવા માટે BMW 3 સીરીઝ કાર વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

અર્જુન એવોર્ડ વિજેતા અને 100 મીટર દોડની નેશનલ રેકોર્ડ હોલ્ડર એથલીટ દુતી ચંદને એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,  હું અહીં ભુવનેશ્વરમાં ટ્રેનિગ લઈ રહી છું. આ પહેલા ટ્રેનિંગ માટે આર્થિક કોઈ મુશ્કેલી આવી નથી કેમ કે ટોક્યો ઓલિમ્પિક શિડ્યૂલ હતો અને રાજ્ય સરકારે મદદ કરી હતી. પરંતુ કોરોના વાયરસને કારણે ઓલિમ્પિક સ્થગિત કરી દેવામાં આવી હોવાથી સ્પોન્સર્સ તરફથી મળેલા પૈસા ખર્ચ થઈ ગયા.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘હવે ઓલિમ્પિક ક્વોલિફાઈ કરવા માટે મારી પાસે સમય ખુબ જ ઓછો છે. એવામાં ટ્રેનિંગ માટે પૈસાની જરૂર છે. સાથે જ નવા સ્પોન્સર્સની પણ જરૂરિયાત છે પરંતુ કોરોના વાયરસને કારણે તેમાં પણ મુશ્કેલી આવી રહી છે. એટલા માટે મેં મારી કાર વેચવાનો નિર્ણય કર્યો છે.’  અત્રે ઉલ્લેખનીય છે કે, દુતી ચંદે 2018માં 30 લાખ રૂપિયામાં BMW 3 સીરીઝની કાર ખરીદી હતી.
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.