પતિ નોકરી પર ગયો અને પત્નીએ અંતિમ પગલુ ભર્યું: પરિણીતાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ પણ અકબંધ : મકરપુરા પોલીસે મહિલાના પતિની પૂછપરછ કરી
વડોદરા, મિ.રિપોર્ટર, ૨૧મી ફેબ્રુઆરી.
શહેરના માણેજા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતી પરિણીતાએ પોતાના ૬ મહિનાના પુત્ર ને રડતો મુકીને બીજા રૂમમાં જઈ ગળે ફાંસો ખાઇ લીધો હોવાની ઘટના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. તો બીજીબાજુ મકરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જોકે પરિણીતાએ કયા કારોણસર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના રાજેશકુમાર રાજપૂતે(25) બે વર્ષ પહેલા અંજુ સાથે લગ્ન કર્યા હતા. રાજેશકુમાર છુટ્ટક મજુરી કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. રાજેશકુમાર બુધવારે સવારે 8 વાગે કામ પર જવા માટે નીકળ્યો હતો. આ સમયે 6 માસનો પુત્ર ભુવનેશ સાથે અંજુબેન ઘરે એકલા હતા. તે સમયે અંજુબેને અંદરના રૂમમાં કપડા સુકવવાની દોરી વડે ગળે ફાંસો આપઘાત કરી લીધો હતો. રાજેશકુમાર સાંજે ઘરે પહોંચ્યો તે સમયે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને પુત્રનો રડવાનો અવાજ આવો હતો. જેથી તેમણે દરવાજો ખખડાવ્યો પરંતુ કોઇ જવાબ ન મળતા તેમણે બારીનો કાચ તોડીને અંદર જોયું તો 6 માસનો ભુવનેશ પલંગમાં રડી રહ્યો હતો. તેઓએ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેમની પત્ની અંદરના રૂમમાં ગળે ફાંસો ખાઇ લટકી રહીં હતી.
તો બીજીબાજુ પોલીસ તપાસમાં અંજુએ લખેલી સુસાઇડ હાથ લાગી હતી. જેમાં અંજુએ લખ્યું હતુ કે, હું મારી મરજીથી આ પગલું ભરી રહીં છું, મારા પતિને કોઇ કશું નહીં કહે, પાડોશી, મારા પરિવાર વાળા કે પોલીસ, મારો પતિ નિર્દોષ છે, હું જીવવા નથી માંગતી, મારા પતિ આ વિશે કશું નથી જાણતા કે હું આ પગલું ભરી રહીં છું. પતિને સંબોધીને અંજુએ લખ્યું છે કે, સારૂ લાગે તો રાખજો અને ખરાબ લાગે તો ફેંકી દેજો. તમે જિંદગીમાં ખુશ રહેજો. ક્યારેય એવુ ન વિચારતા કે તમે એકલા છો. તમે એકલા નથી મારો ભુવનેશ તમારી સાથે જ રહેશે. હંમેશા તેની સારી રીતે દેખભાળ રાખજો. તેને સારી નોકરીએ લગાવજો. તમે પણ ખુશ રહેજો અને દિલથી પ્યાર કરતા હોય તો મારી અંતિમ ઇચ્છા પૂર્ણ કરજો. આઇ લવ યુ રાજકુમાર અને ભુવનેશ. છેલ્લે લખ્યું છે કે, 20 હજાર રૂપિયા મમ્મીને આપી દેજો એવુ વિચારતા પણ નહીં કે, તારી દીકરી તમને કહે છે.