મિ.રિપોર્ટર, ૧લી ફેબ્રુઆરી

દુનિયામાં  સૌથી સસ્તું 32 ઈંચનું એન્ડ્રોઈડ ટીવી દેશમાં સેમી ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ(Samy Informatics Pvt. LTD)એ  લોન્ચ કર્યું છે. જેની કિંમત પણ માત્ર રૂપિયા 4999 રાખવામાં આવી છે. જેમાં 32 ઈંચની ડિસ્પ્લે સ્ક્રિન મળી રહેશે. એટલું જ નહિ સસ્તા ટીવીમાં મોંઘા ટીવીના તમામ ફીચર્સ આ ટીવીમાં આપવામાં આવ્યા છે. સ્ક્રીન મિરર અને વાઈફાઈ જેવા એડવાન્સ ફીચર્સ પણ ટીવીમાં એડ કરવામાં આવ્યા છે.

એન્ડ્રોઈડ ટીવીના લોન્ચિંગ સમયે સેમી ઈન્ફોર્મેટિકનાં ડાયરેક્ટર અવિનાશ મહેતાએ કહ્યું કે, ટીવીમાં વાઈફાઈ, હોટસ્પોટ સાથે સાઉ્ડ બ્લાસ્ટર ફીચર પણ આપ્યું છે. જે ટેક્નોલોજીથી સાઉન્ડ ક્વોલિટીને ઈમ્પ્રુવ કરી શકાય છે. ટીવીમાં 2HDMI પોટ અને 2 USB પોટ પણ આપેલા છે. આ ટીવીમાં ગેમ પણ રમી શકાશે. LED ટીવીમાં સેમસંગ અને LG કંપનીની પેનલ લગાવવામાં આવી છે. જે 4.4 એન્ડ્રોઈડ કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. ટીવીમાં 10 વૉટનાં સ્પીકર્સ ફીટ કરવામાં આવ્યા છે. તો 4GB રેમ અને 512 MBનું ઈન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. SRS ડોલ્બી ડિજિટલ અને 5 બેન્ડ એક્વાલાઈઝર પણ આપ્યા છે. ટીવી સાથે કંપની ઓન સાઈટ વોરંટી અને ઓનસાઈટ સર્વિસ પણ પૂરી પાડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપની Samy Android TV ટીવી પર 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે. આ ટીવીની ખાસિયત એ છે કે તેના મોટાભાગનાં સ્પેરપાર્ટસ ભારતમાં જ બન્યા છે.  મેક ઈન ઈન્ડિયા તથા સ્ટાર્ટ અપ ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ ટીવીમાં ફેસબુક, યુ ટ્યૂબ જેવી એપ્લિકેશન પહેલેથી જ ઈન્સ્ટોલ હશે. ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ અન્ય એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરી શકાશે.

જો તમે ટીવી ખરીદવા માંગતા હોવ તો તમારે આટલું કરવવાનું રહેશે

સૌ પ્રથમ કંપનીના SAMY એપ મારફતે ખરીદી શકાશે. તેના માટે સૌ પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. સાથો સાથ આ ટીવી ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને આન્ધ્ર પ્રદેશમાં ઓફલાઈન ખરીદી પણ કરી શકાશે. ટીવીની ખરીદી કરવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: