20 વર્ષીય યુવકની મમ્મીએ લગ્ન કર્યા ને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ભાઈ-બહેન બની ગયા…વાંચો કેવી રીતે ?

Spread the love

મિ.રિપોર્ટર, ૨૬મી જાન્યુઆરી

એક 20 વર્ષીય યુવક એક યુવતી સાથે છેલ્લાં ૭ વર્ષથી  રિલેશનશિપમાં છે. પરંતુ હવે તેની મમ્મીને આ સંબંધ ગમતાં નથી અને પોતાના દીકરાના પ્રેમસબંધ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દેવું છે. દીકરાની બ્રેકઅપ કરવાનું તેની મમ્મીનું કારણ જાણીને તમે  ચોંકી જશો.

યુવકનીની મમ્મી એટલા માટે બ્રેકઅપ કરાવવા માંગે છે કારણે કે યુવકની ગર્લફ્રેન્ડ હવે તેની સાવકી બહેન બની ગઈ છે. આ બન્યુ ત્યારે,  જ્યારે યુવકની  મમ્મીએ ગર્લફ્રેન્ડના પપ્પા સાથે લગ્ન કરી લીધા. જેના કારણે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ ભાઈ-બહેન બની ગયા. પોતાની મમ્મીના આ પગલાને યુવક અને તેની ગર્લફ્રેન્ડ સમજી શકતા નથી. યુવકે પોતાની સમસ્યા  રેડ્ડિટ પર શેર કરી છે. આ વાંચીને દુનિયાભરના યુવાનોને આંચકો લાગ્યો છે.

યુવકે પોતાની સાથે બનેલી ઘટના અંગે લખ્યું છે કે,  ‘હું અને મારી ગર્લફ્રેન્ડ 20 વર્ષના છીએ અને અમે બાળપણથી એક બીજાને ઓળખીયે છીએ. 14 વર્ષના હતા ત્યારથી અમે એક-બીજાને ડેટ કરી રહ્યા છીએ. અમે એક જ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યો. હવે અમે સાથે ભણીએ છીએ અને સાથે પણ રહીએ છીએ. કારણ કે મારી મમ્મીએ ગર્લફ્રેન્ડના પપ્પા સાથે લગ્ન કરી લીધા છે. 

યુવકે વધુમાં લખ્યું છે કે, ‘મારી મમ્મી અને મારી ગર્લફ્રેન્ડના પપ્પા પહેલી વખત મળ્યાં ત્યારે બંનેના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. બંને  એક-બીજાને ડેટ કરવા લાગ્યા. જ્યારે તેમનું અફેર ચાલતું હતું ત્યારે અમે સ્કૂલમાં હતા અને ગત વર્ષે જ તેમણે લગ્ન કરી એક જ ઘરમાં રહેવા લાગ્યા. હવે તેમને બંનેને અમારા સંબંધથી પ્રોબ્લેમ છે. આ બાબતે હવે કંઈ સમજાતું નથી.  હાલમાં અમે અલગ થઈ શકીએ તેમ નથી કેમ કે અમારો અભ્યાસ બાકી છે અને અમારી પાસે પૈસા પણ નથી.