સબંધો વિકસાવવા માટે Thank You શબ્દ ઘણો ઉપયોગી…જાણો કેવી રીતે ???

Spread the love

મિ.રિપોર્ટર, ૨૪મી જુલાઈ

થેન્ક યુ આ શબ્દ એ છે જેના દ્વારા તમે કોઈ વ્યક્તિ પ્રત્યે આભાર વ્યક્ત કરો છો. આ શબ્દનો ઉપયોગ વ્યક્તિ તેની પ્રોફેશનલ એ સ્કૂલ કે કોલોએજ લાઇફમાં ઘણો કરે છે. પરંતુ અંગત જીવનમાં પણ આ શબ્દ બોલવાની આદત સબંધોમાં નવી ઉર્જા ઉમેરે છે.

માતાપિતા બાળકો માટે ઘણું કરતા હોય છે પરંતુ ક્યારેકજ તેને થેન્ક યુ કહેવામાં આવે છે. બાળકોએ તેના માતાપિતાને પણ થેન્ક યુ કહેવું જોઈએ. જો બાળકોને નાનપણથી જ થેન્ક યુ કહેવાની આદત પાડવામાં આવે તો તે જયારે મોટા થાય ત્યારે આ આદત તેમને નમ્ર સ્વભાવના બનાવામાં મદદ કરે છે.

કપલની વચ્ચે થેન્ક યુ

કપલ હંમેશા એકબીજા માટે કશુક કરતા રહે છે પરંતુ તેનો મતલબ એ નથી કે તમે તેની વેલ્યુ કરવાનુ બંધ કરી દો. એક થેન્ક યુ તમારા પાર્ટનરને અનુભવ કરાવશે કે તેના દ્વારા કરવામાં આવેલુ કામ તમારા માટે કેટલુ મહત્વનું છે.

મિત્રો વચ્ચે થેન્ક યુ

મિત્રોની વચ્ચે હંમેશા એવું કહેવામાં આવે છે કે મિત્રતામાં થેન્ક યુ કે સોરી જેવા શબ્દો હોતાજ નથી. પરંતુ જો તમે તમારા મિત્ર માટે થેન્ક યુ બોલવામાં આવે તો આ શબ્દ મિત્રતામાં પ્રેમની સાથે સન્માનને પણ વધારશે.

થેન્ક યુ ની પોઝીટીવ અસર

તમે જેને થેન્ક યુ કહો છો તેના પર તેની પોઝીટીવ અસર થાય છે. વ્યક્તિને જો અહેસાસ થાય કે તેના દ્વારા કરવામાં આવેલા કામની કદર કરવામાં આવી રહી છે તો તેનો કોન્ફીડન્સ વધે છે તેમજ તેની બીજાને મદદ કરવાની આદતને પ્રોત્સાહન મળે છે.