માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રી, અનેક જગ્યાએ બરફ જામ્યો, ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઠંડી વધશે

અમદાવાદ- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૭મી ડીસેમ્બર. 

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ થી ફૂલ ગુલાબી ઠંડીનું વાતાવરણ છવાયું છે.  એમાય  ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં પવનની બદલાયેલા દિશાના કારણે ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક જ રાતમાં તાપમાન 4 ડિગ્રી ઘટી જતા અનેક જગ્યાએ બરફ જામ્યો હતો. જ્યારે વડોદરા અને  અમદાવાદમાં ગુરુવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાતા લોકોએ દિવસ દરમિયાન ગરમ કપડા પહેરવા પડ્યા હતા. આજે સવારથી પણ ઠંડો પવન ફૂંકાતા લોકો ઠૂંઠવાયા છે. હવામાન વિભાગ મુજબ હજી આગામી ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઘટશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે.

રાજ્યમાં ત્રણ દિવસ ઠંડી છવાયેલી રહેશે
નવું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આગામી 30 ડિસેમ્બરે પશ્ચિમી હિમાલય અને કાશ્મીરને અસર પહોંચાડશે. જેથી 31મીથી 2 જાન્યુઆરી સુધી ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેથી બેથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ઠંડી છવાયેલી રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ હજી આગામી ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઘટશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે.

Leave a Reply