લો બોલો, મોબાઇલમાં વ્યસ્ત નર્સે એક જ મહિલાને વેક્સિનનો ડબલ ડોઝ આપી દીધો ? પછી શું થયું..જાણો

www.mrreporter.in
Spread the love

હેલ્થ- ઉત્તરપ્રદેશ, મી.રિપોર્ટર, 3જી એપ્રિલ. 

દેશમાં કોરોનાના કહેર વચ્ચે પણ વેક્સિનનું કામ જોરશોર થી ચાલુ છે.  આવામાં ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેક્સિનનું કામ કરતી એક નર્સે મોબાઇલ ફોનના ચક્કરમાં એક મહિલા ને એક જ હાથ પર વેક્સિનનો ડબલ ડોઝ આપી દેતા ભારે હોબાળો મચી ગયોઃ હતો. ભારે હોબાળા બાદ CMO અધિકારીએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાશે, કડક કાર્યવાહી કરાશે.

વાત જાણે એમ છે કે, કાનપુરના મડોલી PHCમાં કોરોનાની વેક્સિન લગાવાઈ રહી છે, જ્યાં કમલેશ દેવી નામની મહિલા પણ પ્રથમ ડોઝ લેવા માટે ગઈ હતી. એ દરમિયાન ANMની નર્સ  ફોન પર વાતો કરવામાં એટલી વ્યસ્ત હતી કે તેણે કમલેશ દેવીને બે વખત વેક્સિનનો ડોઝ આપ્યો હતો. આ વાતની જાણ થતાં તરત જ વેક્સિન લેનાર મહિલાએ ANMની નર્સ ને ટોકી હતી, ત્યારે તેણે પોતાની ભૂલ પણ માની લીધી હતી. મહિલાનાં પરિવારજનોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વેક્સિનેશન કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો હતો.

કમલેશ દેવીએ કહ્યું હતું કે એક જ વેક્સિનના બે ડોઝ લીધા પછી તેમના હાથમાં વધારેપડતો સોજો આવ્યો હતો. આ ઘટનાની જાણ મહિલાના પરિવારવાળાને થતાં તેમણે તાત્કાલિક ધોરણે વેક્સિનેશન કેન્દ્રમાં હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઉપરી અધિકારીઓ પણ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા અને મહિલાને આશ્વાસન આપ્યી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. કાનપુરના CMO રાજેશ કુમારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવાની અને કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી.