લો બોલો…લેડીઝ અંડરગાર્મેન્ટ્સ પહેરીને અડધી રાતે ધાબા પર ફરતા યુવક ને જોઈ ને લોકોએ શું કર્યું ?

www.mrreporter.in
Spread the love

 વડોદરા- મિ.રિપોર્ટર, ૧૦મી જુલાઈ.

શહેરના તરસાલી વિસ્તારમાં એક એક વિચિત્ર ઘટનામાં સામે આવી છે. અડધી રાતે લેડીઝના અંડરગાર્મેન્ટ્સ પહેરીને ધાબે ફરતા યુવક ને જોઈને અન્ય રહીશોએ ચોર-ચોરની બૂમો પડતાં તે યુવકે ધાબેથી ભૂસકો માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  આ ઘટનાએ વિસ્તારમાં ભારે કુતુહલતા જગાવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી કમલાપાર્ક સોસાયટીમાં એક પોલીસકર્મી પોતાના પરિવારજનો સાથે ગુરુવારે રાત્રે ધાબા પર સૂતા હતા. તેઓ રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ બાથરુમ જવા ઉભા થયા ત્યારે તેમની નજર ધાબા પર આટા મારી રહેલી એક અજાણી સ્ત્રી પર પડી હતી. મામલો શંકાસ્પદ લાગતા પોલીસકર્મીએ ધાબેથી જ ચોર-ચોરની બૂમો પાડવાનું શરુ કરતાં હોબાળો મચી ગયો હતો.

www.mrreporter.in

આ દરમિયાન લેડીઝનુ ગાઉન અને અંડરગાર્મેન્ટ્સ પહેરીને ફરી રહેલી વ્યક્તિએ ગભરાટમાં ધાબા પરથી જ છલાંગ લગાવી દીધી હતી. નીચે પડતાં જ  ઘાયલ અને બેભાન થઈ ગયેલા શખ્સની પાસે જઈને સોસાયટીના લોકોએ જોયું તો મહિલાના કપડામાં એક યુવકને જોતાં તેઓ ભારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ધાબા પર થી કૂદેલા તે યુવક ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. 

www.mrreporter.in

આખરે તે યુવકની તપાસ કરતાં રહીશોને જાણવા મળ્યું હતું કે, લેડીઝના  અંડરગાર્મેન્ટ્સ પહેરીને ફરતો આ યુવક સામેની સોસાયટીમાં જ રહે છે, અને તે મૂળ ઉત્તરાખંડનો વતની છે. તરસાલીમાં જ એક કાફેમાં નોકરી કરતો આ યુવક કમલાપાર્કની સામે આવેલી આશિષ પાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે તેના અન્ય મિત્રો પણ આ જ સોસાયટીમાં રહે છે, અને તેઓ છેલ્લા બે મહિનાથી જ અહીં રહેવા આવ્યા છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.