અમદાવાદ, મિ. રિપોર્ટર, ૨૮મી ડીસેમ્બર

થર્ટી ફર્સ્ટ અને ન્યૂ યર ના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દારૂના શોખીનોની ડિમાન્ડને પહોંચી વળવા માટે બુટલેગરો નવી નવી યુક્તિ શોધી રહ્યા છે. હવે પોલીસની નજરથી બચવા માટે  નવું જ સ્થળ શોધી લીધું છે. ATM દારુનો જથ્થો પહોંચાડવાનો નવો પોઈન્ટ બન્યો છે.  શહેર પોલીસ કંટ્રોલ રૂમને  માહિતી મળી કે નારણપુરા વિસ્તારમાં લોકોએ બે શખ્સોની ભારે ધોલાઈ કરી છે. આ ઘટના બાદ પોલીસે તપાસ કરી તો  ખબર પાડી કે બે શખ્સો સરદાર પટેલ સ્ટેચ્યૂ સર્કલ પાસે નેશનલ બેંકના ATMમાં દારુના રૂપિયાની લેવડ-દેવડ કરી રહ્યા છે. તે બાદ પોલીસે ડિલિવરી બોય પાસેથી દારુની બે બોટલ  કબજે કરીને  તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

 નવરંગપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે, બુટલેગરોને ATM ડિલિવરી માટેનું યોગ્ય સ્થળ લાગે છે કારણકે દારુ ખરીદનાર ATMમાંથી રૂપિયા કાઢીને તરત જ ચૂકવી શકે છે. અમને ડિલિવરી બોય પાસેથી 180mlની દારુની બે બોટલ  મળી આવી છે. અમે ત્રણ  શખ્સ સામે કેસ દાખલ કર્યો છે અને  આરોપીઓને ઝડપી પાડ્યા છે.  પોલીસે ATM અને આસપાસના સ્થળોના CCTV ફૂટેજ એકત્ર કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: