લો બોલો, VIP મોબાઈલ નંબર મેળવવાની લાલચમાં વ્યક્તિએ 1.40 કરોડ ગુમાવ્યા ?

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-અમદાવાદ, 29મી જુન.

ઘણા લોકો પોતાના અવનવા શોખ માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચતા અટકતા નથી. એમાય મનગમતો પ્રીમીયમ મોબાઈલ- VIP નંબર મેળવવા કે કાર નો લક્કી નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. આવા લોકોના ગાંડા અને મોઘા શોખ નો કેટલાક ધુતારા ફાયદો ઉઠાવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પોતાની પસંદગીનો VIP મોબાઈલ નંબર મેળવવાની લાલચમાં અમદાવાદની એક વ્યક્તિએ જિંદગીભર એકત્રિત કરેલા કરોડો રૂપિયા એક ધુતારો ચાઉં કરી ગયો હોવાની વિગતો સાપડી છે. VIP મોબાઈલ નંબરના શોખીન લોકોનો ફાયદો ઉઠાવીને એક આરોપીએ, વ્યક્તિ ને  VIP મોબાઈલ નંબરની લાલચ આપીને 1 કરોડ 40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આશ્ચર્ય ની વાત તો એ છે કે,  VIP મોબાઈલ નંબર આપવાની વાત કરનાર ઠગે વ્યક્તિ ને એકપણ સીમકાર્ડ પણ આપ્યું ન હતું. વાયદો કરીને 1 કરોડ 54 લાખ જેટલી રકમ પડાવી લેતા આખરે ફરીયાદીએ આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી.

તો બીજું બાજુ સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીની લોકેશન ટ્રેસ કરીને તેને ઝડપી પાડ્યો હતો. આ ધ્રુવિલ નામનો આરોપી મૂળ નવા વાડજના ભીમજીપુરામાં રહે છે. જેને ડિપ્લોમાનો અભ્યાસ કરેલો છે. જોકે હાલ તે કોઈ કામ-ધંધો કરતો નથી. તેની ધરપકડ દરમિયાન પોલીસ તપાસમાં તેના બેંક એકાઉન્ટમાંથી 1 કરોડ 40 લાખ જેટલી રકમ મળી આવી છે. જોકે બીજી કેટલીક રકમ તેને મોજશોખમાં ખર્ચી નાખી હોવાનું કબુલ્યું હતું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.