કોલ ડ્રોપ માટે ટેલિકોમ કંપનીઓને આકારો દંડ ? કોણે ફટકાર્યો ?

Spread the love

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૫મી જાન્યુઆરી

કોલ ડ્રોપ પર અંકુશ લાવવા માટે સરકારે સર્વિસ પ્રોવાઈડર કંપની પર આ આર્થિક દંડ  ફટકાર્યો છે. આ પગલું ગ્રાહકોને સારી સર્વિસ મળે તે માટે લેવામાં આવ્યું છે.  બીએસએનએલ તથા આઈડિયા સહિત જુદી જુદી સર્વિસ પ્રોવાઈડર કંપની પર કુલ 58 લાખ રૂપિયાનો આર્થિક દંડ પેનલ્ટી પેટે ફટકારવામાં આવ્યો છે એમ સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછવામાં આવેલા સવાલના જવાબમાં  ટેલિકોમ મંત્રી મનોજસિન્હાએ જણાવ્યું હતું.    

 ટેલિકોમ મંત્રી સિન્હાએ જણાવ્યું હતું કે, કોલ ડ્રોપ સંબંધી ગાઈડલાઈનનું પાલન ન કરવા પર જૂન 2018માં પૂરા થયેલા ત્રણ માસ દરમિયાન બીએસએનએલ પર ચાર લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. જ્યારે માર્ચ 2018માં પૂરા થતા ત્રણ મહિના દરમિયાન BSNL, આઈડિય, ટાટા અને ટેલિનોર પર આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે. સર્વિસ પ્રોવાઈડર કંપની પર આ આર્થિક દંડ ટ્રાઈએ ફટકાર્યો છે. ટ્રાઈએ જણાવ્યું હતું કે, અગાઉ કરતા હવે સ્થિતિમાં થોડો સુધારો થયો છે. આ મામલે સતત ટેલિકોમ કંપનીઓનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.