ટીનેજર લવ : ૧૩ વર્ષના છોકરાએ ૧૦ વર્ષની છોકરીને લખ્યો લવ લેટર, પછી શું થયું ? જાણો ?

Spread the love

રાજકોટ-મિ.રિપોર્ટર, ૨૩મી ફેબ્રુઆરી. 

‘આઈ લવ યુ’ શબ્દ બોલતાં જ કોઈ પરિવાર વચ્ચે હિંસક ઝડપ થાય ખરા ? તો પ્રશ્ન સામે સૌ કોઈ તરત જ ના પાડશે. જો તમે પણ આવઉ જ કઈ વિચારતાં હોવ તો થોભજો, કેમકે ‘આઈ લવ યુ’ શબ્દના લીધે જ હિંસક ઝડપ થઇ હતી. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા તાલુકાના ગોલિડા આનંદપુર ગામમાં  13 વર્ષના એક છોકરાએ 10 વર્ષની છોકરીને ‘આઈ લવ યુ’ કહેતા છોકરા અને છોકરીના પરિવાર વચ્ચે હિંસક અથડામણ થતાં જ  10 લોકોને ઈજા પહોંચી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે 13 વર્ષનો છોકરાએ છોકરીને આઈ લવ યુ કહ્યું હતું જે બાદ તેણે છોકરીની બેગમાં લવ લેટર પણ મુક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

હિંસક ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આઈ લવ યુ’ અંગેની સમગ્ર ઘટના છોકરીએ તેના પરિવારને જણાવી હતી. તે બાદ છોકરીનો પરિવાર છોકરાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં છોકરાનો પરિવાર રોષે ભરાઈને છોકરીના પરિવારજનો પર મરચું પાઉડર ફેંક્યું હતું અને ત્યારબાદ તેમના પર બેટ, લોખંડની પાઈપ અને કુહાડી દ્વારા હુમલો કર્યો હતો. જેના કારણે છ લોકોને ઈજા પહોંચી હતી’. તો બીજીબાજુ છોકરાના પરિવારે વળતી ફરિયાદ કરી હતી કે,  છોકરીનો પરિવાર તેમને બદનામ કરવા માગે છે અને એટલે જ તેમના છોકરાએ લવ લેટર લખ્યો તેવી મનઘડત વાત ઉભી કરે છે.