‘તારક મેહતા..’ ફેમ દિલીપ જોશીને એક સમયે કોઈ રોલ આપતું નહોતું, તેને એક રોલના 50 રૂપિયા મળતા હતા, આજે લાખો મળે છે

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, ૧૧મી ડીસેમ્બર. 

ટેલીવુડમાં ખુબ જાણીતા અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિલીપ જોશીને એક સમય એવો હતો કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ નહોતું આપતું હતું, દિલીપ જોશી ને કમર્શિયલ થિએટરમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવું પડ્યું હતું. આ ખુલાસો તેને એક કાર્યક્રમમાં કર્યો હતો. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmO

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જેઠાલાલના પાત્રને જીવંત કરનાર અને લોકોના હ્રદયમાં સ્થાન જમાવનારા દિલીપ જોશીએ તેમના સંઘર્ષના દિવસો યાદ કરતા કહ્યું કે, ‘મારા કરિયરની શરુઆત મેં કમર્શિયલ સ્ટેજમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કરી હતી. મને કોઈ રોલ આપતું નહોતું. એક રોલના 50 રૂપિયા મળતા હતા, પરંતુ તે સમયે થિએટરમાં કામ કરવાનું પેશન હતું. મેં તે વાતની ચિંતા ના કરી કે મને બેકસ્ટેજ રોલ મળતા હતા. મોટા રોલ ભવિષ્યમાં મળશે, પરંતુ હું થિએટર સાથે જોડાયેલો રહેવા માગતો હતો.’ ‘મેં 25 વર્ષ સુધી ગુજરાતી થિએટરમાં કામ કર્યું. મારો લાસ્ટ પ્લે ‘દયા ભાઈ’ હતો, તે 2007માં પૂરો થયો હતો.’ પછી ‘તારક મહેતાને લીધે બિઝી થઇ ગયો હતો. 

તેને વધુમાં જણાવ્યું હતું કે, ‘વર્ષ 2008માં મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે રવિવાર સહિત રોજ 12-12 કલાક સુધી શૂટિંગ કર્યું. થિએટર માટે તમારે અલગ પ્રકારનું ડિસિપ્લીન જોઈએ. તમારા વીકેન્ડની સાથે વીક-ડેઝમાં પણ શો હોય છે. આથી થિએટર અને ટીવીને મેનેજ કરવું મુશ્કેલ થઇ ગયું. હું થિએટરને ઘણું મિસ કરું છું.’

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલીપ જોશી હાલમાં એક એપિસોડના 1.50 થી 3 લાખ લે છે. 

આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.