લો બોલો , 16 ગર્લફ્રેન્ડ્સનો ખર્ચ ઉઠાવવા યુવક બન્યો ચોર, BMW-મર્સિડિસ જેવી લક્ઝરી કાર ઉઠાવતો !

www.mrreporter.in
Spread the love

સોશિયલ મીડિયા- મી.રિપોર્ટર, 20મી ઓક્ટોબર. 

આજકાલના યુવાઓમાં વધુમાં વધુ ગર્લફ્રેન્ડ્સ રાખવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેમની પાસે વધુ ગર્લફ્રેન્ડ્સ એટલી તેમની તુતી ફ્રેન્ડ્સમાં વધુ બોલાય છે.  ઘણા યુવાનોને એક પણ ગર્લફ્રેન્ડ્સ મળતી નથી, જયારે  ઘણા ઓછું ભણેલા હોય પણ તેમના વાક્ચાતુર્ય અને અન્ય ખાસ હરક્તોના લીધે વધુ ગર્લફ્રેન્ડ્સ બનાવવામાં સફળ થાય છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. માત્ર ધોરણ 12 સુધી ભણેલા રોબિને પોતાની એક નહિ પણ 16 ગર્લફ્રેન્ડ અને તેના વિવિધ ખર્ચા  ઉઠાવવા માટે કાર ચોર બન્યો હતો. રોબીને એક નહિ પણ અત્યાર સુધીમાં જગુઆર, મર્સિડિસ, બીએમડબ્લ્યૂ, ફોર્ચ્યુનર સહિત 50થી વધારે લક્ઝરી કાર ચોરી છે. 16 ગર્લફ્રેન્ડ માટે લક્ઝરી કારની ચોરી કરનાર રૉબિન કાર ચોરીને મણિપુર અને નાગાલેન્ડમાં વેચી દેતો હતો હતો. જોકે  તેની એક ભૂલના લીધે  તે ફરીદાબાદ પોલીસના હાથમાં આવી ગયો હતો ને પોલીસ તેને રિમાન્ડ પર લઈ ગઈ અને પૂછપરછમાં તેણે ચોરીના ઘણા મામલાનો ખુલાસો કર્યા હતા. તેના ખુલાસા સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. 

રોબીને પોલીસ રિમાન્ડ કવિનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નાગેન્દ્ર ચૌબેને જણાવ્યું કે, તે 2007થી ચોરી કરી રહ્યો છે. અત્યાર સુધીમાં જગુઆર, મર્સિડિસ, બીએમડબ્લ્યૂ, ફોર્ચ્યુનર સહિત 50થી વધારે લક્ઝરી કાર ચોરી ચૂક્યો છે.  ઘણીવાર પકડાયો છે, પરંતુ ચોરીની આદત નહોતી છોડી. રોબિન વિષે પોલીસે વધુમાં જણાવ્યું છે કે, આરોપીના માથા પર વાળ નથી. એવામાં તે દરેક વખતે અલગ-અલગ વિગ લગાવીને વેશ પલટો કરી ચોરી કરતો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, રોબિન  માર્કેટમાં આવનારી ડિમાન્ડ પરની લક્ઝરી કારો પર તે વધારે હાથ સાફ કરતો હતો. એક કારને ખોલવામાં તે 10 મિનિટનો સમય લેતો હતો. આ તમામ ઘટનાઓને તે સવારના સમયે અંજામ આપતો હતો.
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.