લંડનના એક સર્વેમાં સામે આવી ચોકાવનારી વિગતો
હેલ્થ, મી.રિપોર્ટર, 26મી એપ્રિલ
મહિલાઓ જેમ પોતાના ચહેરા પર ગ્લો રાખવામાં અને ફિગર ને નિયંત્રિત કરવામાં જેટલી કાળજી તથા ચિંતા કરે છે. એવી જ રીતે પુરુષોમાં પણ માથાના વાળ ખરતાં હોય કે પેટ બહાર નીકળતું હોય તો તે ચિંતા નો વિષય જરૂર બને છે.
પણ તાજેતરમાં જ લંડનમાં હાથ ધરાયેલા એક સર્વેમાં માથામાં ટાલ પડી ગઈ હોય એવા પુરુષો વાળ હોય તેવા પુરુષોની સરખામણીમાં બેડમાં સૌથી વધુ પ્રેમ આપનારા હોય છે તેવું અભ્યાસમાં બહાર આવ્યું છે. જાણી ને આશ્ચર્ય થયું ને ? આ અમે નહિ પણ સર્વે કહે છે
તાજેતરમાં જ લંડનની એક હેર ક્લિનિક કરેલા સર્વે અભ્યાસ મુજબ, પુરુષો ને સામાન્ય રીતે 38 વર્ષની આસપાસ જ માથામાં ટાલ પડી જતી હોય છે. ટાલ પડવા પાછળના કારણમાં ચિંતા, અપૂરતી ઊંઘ અને અન્ય બીમારીઓ હોય છે. આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે મોટાભાગના પરીણિત ટાલિયા પુરુષોને તેમના પાર્ટનર દ્વારા એ સલાહ આપવામાં આવતી હોય છે કે તેમના આ ટાલિયાપણાનો કંઈક ઈલાજ કરી લેવો જોઈએ.
ક્લિનિક ના સર્વે અનુસાર , વાળ ખરવાની અને તે પછી ટાલિયા થવાની સમસ્યા પુરુષોમાં જ વધારે જોવા મળે છે. જોકે, આ પછી પણ તેઓ અફેર્સ કરીને એવું સાબિત કરવાની કોશિશ કરે છે કે તેઓ હજુ પણ એટલા જ ‘ડિઝાયરેબલ’ છે. જોકે, ટાલિયા પુરુષો ને અંદરખાને વાળ ખરવાની ચિંતા તો સતાવતી જ હોય છે.
ટાલિયા પુરુષો અંગે નો સર્વે કહે છે કે વાળ ધરાવતા પાંચ પુરુષોમાંથી એકને એવી ચિંતા સતાવતી હોય છે કે તેઓ પાર્ટનર પ્રત્યે ઓછું આકર્ષણ અનુભવે છે અને જ્યારે સેક્સ માણવાની વાત આવે છે ત્યારે પણ તેમાં ઓછી રુચિ થઈ જાય છે. જ્યારે ટાલિયા પુરુષો ભલે ઓછી વખત સેક્સ માણતા હોય પરંતુ એ ખરા અર્થમાં ‘બેડ બોય’ સાબિત થતાં હોય છે. એટલે હવે તમારા વાળ પણ ખરતા હોય તો વધારે ચિંતા કરવાની જરુર નથી!