લો…બોલો..વડોદરામાં ટમેટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગર : 2.88 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો

Spread the love

ક્રાઈમ -વડોદરા, મિ.રિપોર્ટર, ૩જી માર્ચ. 

વડોદરા અને તેની આસપાસના બુટલેગરો પર  પોલીસની ધોંસ વધતા હવે બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે નવા-નવા કિમીયા અપનાવી રહ્યા  છે. આવો જ એક કીમિયો એક બુટલેગરે વડોદરામાં દારૂ ઘુસાડવા માટે અપનાવ્યો છે. જોકે  હાઇવે ઉપર પેટ્રોલિંગ દરમિયાન સમા પોલીસને ટમેટા ભરેલા ટેમ્પોમાંથી રૂપિયા 2.88 લાખની કિંમતનો વિદેશી દારૂનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો.

ટમેટાના બોક્સની અંદર દારૂનો જથ્થો છુપાવ્યો હતો

સમા પોલીસ મથકના એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ સ્ટાફ સાથે નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન તેઓને સુરતથી અમદાવાદ તરફ જઇ રહેલી બોલેરો જીપમાં ટોમટો ભરેલા છે. અને ટમેટાના બોક્સની અંદર વિદેશી દારૂનો જથ્થો છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. અને સુરતથી અમદાવાદ તરફ જતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું.

જોકે, ટમેટાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઇને અમદાવાદ તરફ જઇ રહેલા જીપના ચાલકને પોલીસ વાહન ચેકિંગ કરી રહી હોવાની જાણ થતાં વિદેશી દારૂનો જથ્થો લઇને જઇ રહેલો ટેમ્પો ચાલક દુમાડ ચોકડી પાસે ટેમ્પો સ્થળ પર મૂકીને ભાગી ગયો હતો. સમા પોલીસે ટમેટાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂની જથ્થો, ટમેટા તેમજ જીપ મળીને કુલ રૂપિયા 7,88.000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને જીપના નંબરના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરનાર કેરીયરની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂ હરીયાણાથી લવાતો હતો.