લો…બોલો…કેરળમાં એક વ્યક્તિએ સેક્સ માટે માગ્યો ઈ-પાસ, પછી પોલીસે શું કર્યું જાણો ?

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, ૧૪મી મે.

દેશમાં કોરોના નો કહેર યથાવત છે. કોરોના ના વધતાં અસર ને જોઈ ને દેશના ઘણા રાજ્યોએ પોતાને ત્યાં એક અઠવાડિયા થી લઇ ને 15 દિવસનું લોક ડાઉન આપ્યું છે.  તો કેટલાક રાજ્યોમાં કોરોના કર્ફ્યુ  છે અને કેટલાકને રાજ્યમાં અને બહાર જવા માટે કોવિડ ઇ-પાસ  આપવાની સિસ્ટમ છે. દરમિયાન પોલીસ જવાનોને ઇ-પાસ માટે ઘણી વિચિત્ર વિનંતીઓ મળી રહી છે. તાજેતરમાં જ કેરળમાં એક વ્યક્તિએ એવી વિચિત્ર અરજી કરી કે પોલીસ પણ અચંબામાં પડી ગઈ અને તેના ઘરે દોડી ગઈ. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વાત એક છે કે, કેરળમાં લાગુ કોરોના નિયમોના કારણે લોકડાઉનમાં  માત્ર અત્યંત ઈમરજન્સી સ્થિતિમાં જ ઘરથી બહાર નીકળવાની મંજૂરી છે. તેના માટે પણ લોકોને ઈ-પાસ  બનાવી તંત્રની મંજૂરી લેવી પડે છે. રાજ્યમાં ઈ-પાસ માટે દરરોજ હજારો આવેદનો આવે છે. સામાન્ય રીતે લોકડાઉનમાં તેને તબીબી અથવા ખૂબ જ મહત્વપૂર્ણ કારણોસર ઘરથી બહાર નીકળવાની મંજૂરી છે. પરંતુ કુન્નુર પોલીસને આશ્ચર્ય થયું જ્યારે સેક્સ માટે ઇ-પાસની અરજી (E-Pass For Sex) તેમની પાસે આવી હતી. મામલો એટલી હદે બગડ્યો કે પોલીસે તે વ્યક્તિના ઘરે જઇને મેથીપાક આપ્યો ને અને  તેની મૂર્ખાઈ માટે કારણ જાણવાની કોશિશ કરી હતી. 

પોલીસ સમક્ષ રજુ કરવામાં આવતા તે વ્યક્તિએ કબૂલ્યું હતું કે તેને સાંજના છ વાગ્યે કોઈ મહત્વના કામથી બહાર જવાનું હતું. પરંતુ ઉતાવળમાં તેણે Six ને Sex લખ્યું, જેના કારણે ખૂબ જ હંગામો થયો. ઉતાવળમાં તે ફોર્મ પરનો સમય સુધારવાનું ભૂલી ગયો. પોલીસ પણ આ ઘટના જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને હસી હસી ને લોટપોટ થઇ ગઈ હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.