લો…બોલો….વડોદરા ના પદ્મશ્રી ચિત્રકાર ના મૃત્યુ બાદ તેમનું એક પેઇન્ટિંગ 6.21 કરોડમાં વેચાયું

Spread the love

વડોદરા, મી.રિપોર્ટર, ૩૦મી ડીસેમ્બર 

મૂળ મુંબઈમાં જન્મેલા અને વડોદરામાં વસેલા પદ્મશ્રી ચિત્રકાર સ્વ. ભૂપેન ખખ્ખરનું પેઇન્ટિંગનું ૫મી અને ૬ ઠ્ઠી ડિસેમ્બરના રોજ પ્રતિષ્ઠિત ઓનલાઇન ઓક્શન હાઉસમાં ઓક્શનમાં મૂકવામાં આવ્યું હતું. જેમાં તેમના પેઇન્ટિંગે એમ.એફ.હુસેનના ચિત્રને પાછળ રાખીને બેઝ પ્રાઈઝ કરતા બમણી કિંમતે એટલે 6.21 કરોડમાં ચિત્રનું વેચાયું હતું. 

મુંબઈમાં ૧૦મી માર્ચ ને ૧૯૩૪ના રોજ જન્મેલા ભૂપેન ખખ્ખરે મુંબઈ યુનિમાંથી CAનો અભ્યાસ કર્યો હતો. વડોદરા શહેરના ચીકુવાડી વિસ્તારમાં રહેતા ભૂપેન ખખ્ખરે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ભૂપેન ખખ્ખરના ચિત્રમાં કુદરતના ખોળે વસેલ માનવ જીવનનું સુંદર ચિત્રણ કરાયું છે. ભૂપેન ખખ્ખર દ્વારા 24 વર્ષ પહેલા બનાવામાં આવેલા ચિત્રમાં ગંગા ઘાટ પર વસતા માનવ જીવનને કંડાર્યું હોય તેવું મનાઈ રહ્યું છે. આધ્યાત્મ સાથે માનવનો સબંધ સદીઓથી છે અને તે પરંપરા હજુ પણ જીવંત છે, તે આર્ટિસ્ટ દ્વારા વર્ષો પહેલા બતાવવામાં આવી હતી અને તે આજે પણ જીવંત છે. ભૂપેન ખખ્ખરના આ ઓક્શનમાં બીજા બે ચિત્રો પણ વહેંચાયા હતા જેની અનુક્રમે પ્રાઈઝ ૬.૧૬ અને ૨૭.૭૩ લાખ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયન કાઉન્સિલ સ્ટાર ફાઉન્ડેશન દ્વારા 1986માં ફેલોશીપ આપવામાં આવી હતી.  ક્યારેય મરતી નથી અને કલાકાર હંમેશા તેની કલામાં અને કલાના આધારે જીવિત રહેતો હોય છે તે વાતને મૃત્યુપર્યંત ભૂપેન ખખ્ખરે સાચી સાબિત કરી છે. તેમનું દેહાંત 8 ઓગસ્ટ 2003માં વડોદરા ખાતે થયું હતું.