બિઝનેસ- મી.રિપોર્ટર, ૭મી એપ્રિલ

દેશની ઉભરતી મહિલા ઉદ્યોગસાહસિકો માટે એક મોટી સોનેરી તક છે. એન્ડ (AND) સાથેની સહયોગિતામાં ઇનઓર્બિટ પિંક પાવરમાં ભાગ લો. આ સ્પર્ધા માં વિજેતા બનનારી મહિલા ઉદ્યોગસાહસિકોને  9 મહિનાઓ માટે નિઃશુલ્ક રિટેલ સ્પેસ અને પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર અને એન્ડ (AND)ના સ્થાપક અનિતા ડોંગરે દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. 

ઇનઓર્બિટની પિંક પાવર હવે ખૂબ જ વિશાળ અને શ્રેષ્ઠ થઇ ગઇ છે! ઇનઓર્બિટ મૉલ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે તેના ચાલી રહેલી પિંક પાવર ઝુંબેશ માટે એન્ડ (AND) સાથે સહયોગિતા કરી છે, જેને 8 માર્ચે લોંચ કરવામાં આવી હતી. આ પહેલ મહિલા ઉદ્યોગસાહસિકોને સમગ્ર ભારતમાં આવેલા ઇનઓર્બિટ મૉલ- મુબંઇ (મલાડ અને વાશી), બેંગલોર, હૈદરાબાદ અને વડોદરા ખાતે તેઓની બ્રાંડ્સના નિર્માણ માટે એક મંચ પ્રદાન કરે છે. સૌથી પ્રભાવશાળી વ્યાવસાય સાહસ મૉલ ખાતે 9 મહિનાના સમયગાળા માટે નિઃશુલ્ક રિટેલ સ્પેસ મેળવશે.

ઇનઓર્બિટ મૉલ આ 9 મહિનાના સમયગાળા દરમિયાન નિરંતર માર્કેટિંગ સપોર્ટ પણ પ્રદાન કરશે, જે બ્રાંડની દ્દશ્યતા વધારવામાં મદદરૂપ થશે. તમામ વિજેતાઓ મૉલ ખાતેની વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ શકશે. આ ઉપરાંત, વિજેતાઓ એન્ડ (AND)ના સ્થાપક અને પ્રતિષ્ઠિત ડિઝાઇનર અનિતા ડોંગરેના માર્ગદર્શન સત્રમાં ભાગ લેવાની તક પણ મેળવશે. આ સત્રમાં વ્યવસાયિક ક્ષેત્રે પ્રસિદ્ધ અનિતા ડોંગરે તરફથી આશાસ્પદ ઉદ્યોગસાહસિકો પોતાના વ્યવસાયની દિશામાં આંતરસૂઝ અને માર્ગદર્શન મેળવશે.

એન્ડ (AND) એક એવી બ્રાંડ છે કે જે સ્વતંત્રતાની ઉજવણી અને બળવાન મહિલામાં માને છે. તે ભારતીય મહિલાઓ દ્વારા છેલ્લા 2 દાયકાથી તેની સમકાલીન શૈલી અને સિલ્હૂટ્સ માટે પ્રેમ મેળવી રહી છે. તેની #ANDiRISE (#એન્ડઆઈરાઇઝ) પહેલ સાથે એન્ડ (AND) મહિલાઓની અપરાજીત ભવનાઓની ઉજવણી કરે છે, જેઓ નિર્ભયપણે પેતોના સપનાઓનો પીછો કરે છે. https://www.andindia.com/iRise/

આ પ્રસંગ વિશે જણાવતા સ્થાપક અને ચીફ ક્રિયેટીવ ઓફિસર અનિતા ડોંગરેએ જણાવ્યું, “એક ઉદ્યોગસાહસિક તરીકે હું તે પડકારોને સારી રીતે સમજુ છું કે નવા વ્યવસાયને રિટેલ સ્પેસ માટે સમસ્યાનો સામનો કરવો પડે છે. એન્ડ (AND) ખાતે મહિલાઓને તેમની સિદ્ધિઓને સશક્ત બનાવવી અને સહયોગ આપવો એ હમેંશા અમારૂં મિશન અને વિચારધારા રહી છે. હું દરેક ઉદ્યોગ સાહસિક મહિલાને પ્રોત્સાહિત કરું છું કે તેઓ આ તકનો ઉપયોગ કરી તેઓની બ્રાંડને વિકસવામાં મદદ કરે.”

“અનેક મહિલાઓ પાસે વેપાર સંબંધિત અનેક વિચારો હોય છે, પરંતુ તેમને જીવનમાં લાવવા માટે તેઓ પાસે સ્ત્રોત કે મંચ હોતા નથી. પિંક પાવર ઉત્સાહિત ઉદ્યોગસાહસિક મહિલાઓને કોઇ પણ ભાડાના ખર્ચ વગર 9 મહિના માટે શોપિંગ મૉલનું મંચ પુરૂ પાડવાનો એક પ્રયાસ છે. આ પહેલ તરફ અનિતા ડોંગરેના વિસ્તરિત સમર્થન માટે અમે અંતઃકરણથી તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ વર્ષે પિંક પાવર વિજેતાઓ માટે પ્રદાન કરાઇ રહાયેલી શ્રેષ્ઠત્તમ મેંટરશિપ તક માટે આભારી છીએ.” – તેમ ઇનઓર્બિટ મૉલ્સના સીઈઓના શ્રી રજનીશ મહાજને જણાવ્યું છે.

આ શહેરોમાં સ્થિત તમામ મહિલા ઉદ્યોગસાહસિકોને www.inorbit.in/pinkpower પર લોગ ઇન કરીને પોતાની વર્તમાન વ્યવસાયિક યોજનાઓને – નાની કે મોટી – પ્રસ્તુત કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ઑનલાઇન ફોર્મમાં મહિલાઓને એપરેલ્સ, એક્સેસરીઝ, ફૂટવેર, બેગ્સ, સ્ટેશનરી (ગિફ્ટ આર્ટિકલ), હેન્ડિક્રાફ્ટ્સ, હોમ ડેકોર અને ફૂડ & બેવરેજીસ જેવી શ્રેણીઓ અંતર્ગત અરજી કરવા માટે વિકલ્પ આપવમાં આવ્યાં છે. નોંધણી માટેની અંતિમ તારીખ 15 એપ્રિલ, 2019 છે….જુઓ….વિડીયો…

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: