લો વધુ એક મુસીબત : કોરોનાના લીધે દર્દીના માથાના વાળ ઝડપથી ઉતરી રહ્યા છે, જાણો કેમ ?

www.mrreporter.in
Spread the love
 
મેડિકલ – મી.રિપોર્ટર, 14મી ઓગસ્ટ. 
 
દેશમાં 25 લાખ થી વધુ લોકો કોરોના મહામારી નો  ભોગ બન્યા છે.  વિશ્વમાં આ આંકડો 21 કરોડ થી વધુ પહોંચી ગયો છે.  દુનિયામાં  કોરોના વાયરસ નો ભોગ બનેલા અને તેની અસરમાં આવેલા દર્દીના માથાના વાળ ઝડપથી ઉતરી રહ્યા છે તેવું એક રિસર્ચમાં સામે આવ્યું છે. 
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
 
કોરોના વાયરસની લાંબાગાળાની અસરના ભાગરૂપે રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે કોરોનાના દર્દીઓમાં ઝડપી ગતિએ માથાના વાળ ખરતા હોવાનું સામે આવ્યું છે. આ રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે કોરોના વાયરસના તણાવના કારણે ઘણાં લોકો ટેલોજેન ઈફ્લુવિયમ (Telogen effluvium)નો શિકાર થઈ રહ્યા છે. ટેલોજેન ઈફ્લુવિયમ (Telogen effluvium)એ માથાના વાળ ખરવાની સમસ્યા છે. જે કોઈ તણાવપૂર્ણ સ્થિતિ પછી શરૂ થાય છે. જેમાં તણાવના કારણે દર્દીના માથાના વાળ વધુ પ્રમાણમાં ખરતા હોય તેવું જોવા મળે છે. 
 
www.mrreporter.in
 
રિસર્ચ અંગે ડોક્ટર્સનું માનવું છે કે માથાના વાળ ખરવાની સમસ્યા સીધી રીતે આ વાયરસની સાથે જોડાયેલી નથી. તાવ આવવા સહિતના અન્ય લક્ષણના પરિણામે શરીરને શોક લાગવાથી અને તણાવના કારણે માથાના વાળ ખરે છે. જોકે ભોજન અને લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવાથી તેમજ પૂરતી ઊંઘ લેવાથી માથાના વાળ ખરવાની આ સમસ્યાને દૂર કરી શકાય છે.
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.