મિ.રિપોર્ટર, ૧૧મી જાન્યુઆરી.
દુનિયામાં સેક્સ ટોય બનાવતી લંડનની એક જાણીતી કંપની OhMiBoD એ પોતાની નવી પ્રોડક્ટ બજારમાં મૂકી છે. આ નવી પ્રોડક્ટ દ્વારા કંપનીએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. કંપનીએ એક એવું વાઈબ્રેટર બનાવ્યું છે કે જે વોઈસ કમાન્ડ પર ચાલે છે. તમે ઈચ્છો તો કોઈ મ્યુઝીકને ફોલો કરી તે અનુસાર વાઈબ્રેટ થાય છે. એટલું જ નહીં, તેમાં યુઝરના પાર્ટનરની હાર્ટબીટ અનુસાર વાઈબ્રેટ થવાનું ફીચર છે. કંપનીએ દાવો છે કે, સેક્સ ટોય એવા કપલ્સ માટે સૌથી કામનું છે જે એકબીજાથી દૂર રહે છે, અને જેમને વારંવાર ટ્રાવેલ કરવાનું થાય છે.
OhMiBoD કંપનીએ બનાવેલા અને તાજેતરમાં જ લાસ વેગાસમાં યોજાયેલા ગેજેટ ડિસ્પ્લેમાં આ વાઈબ્રેટરને એસ્કા નામ અપાયું છે. જે કોઇપણ સ્માર્ટફોન એપ સાથે કનેક્ટ થાય છે. તેનાથી જ તેની વાઈબ્રેશન પેટર્ન સિલેક્ટ કરી શકાય છે. કંપનીના જણાવ્યા મુજબ, સેક્સ ટોય તમે ગમે તેટલા તમારા પાર્ટનર થી દુર હોવ તોય તમને એક એપથી કનેક્ટ કરી આપે છે. જેમાં ચાર પ્રકારની વાઈબ્રેશન પેટર્ન છે. તમે જો તેને પલ્સ મોડમાં મૂકશો તો તે તમારા પાર્ટનરની હાર્ટબીટ પ્રમાણએ વાઈબ્રેટ થશે.