લો..બોલો…પ્લેનમાં એક મુસાફર ન્યુડ થઈને ચાલવા લાગ્યો, તેને કાબૂમાં કરતા નાકે દમ આવ્યો ? વાંચો ક્યાં બન્યું ?

Spread the love

મી.રિપોર્ટર, ૩૦મી ડીસેમ્બર 

વિશ્વમાં હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની અજીબોગરીબ હરકતો સમાચારમાં ચમકતી રહે છે. જોકે દુબઈથી લખનઉ આવી રહેલી ફ્લાઈટમાં શનિવારે એક એવી ઘટના ઘટી કે ફ્લાઈટમાં હાજર મુસાફરો અને ક્રુ મેમ્બર્સને શરમથી પરસેવો વળી ગયો. ફ્લાઈટમાં  વાત જાણે એમ બની કે એક પુરુષ મુસાફરે મુસાફરી દરમિયાન પોતાના કપડાં ઉતારી નાખ્યાં અને એટલું જ નહિ પણ  ત્યારબાદ નગ્ન અવસ્થામાં જ તે ફ્લાઈટમાં ચાલવા લાગ્યો હતો. જેને લઈને ફ્લાઈટમાં ભારે તમાશો સર્જાયો હતો. મુસાફરના આ  કારનામાથી અન્ય મુસાફરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. 

દુબઈથી લખનઉ આવી રહેલી  ફ્લાઈટ નંબર આઈએક્સ-194 બપોરે 12 વાગ્યેને 5 મિનિટ પર લખનઉ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટમાં લગભગ 150 મુસાફરો સવાર હતાં. જોકે ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા જ બનેલી ઘટનાથી સૌ કોઈ શરમથી પાણી પાણી થઇ ગયા હતા. ફ્લાઈટkમાં બનેલી ઘટના અંગે મેમ્બર્સે જણાવ્યું કે ફ્લાઈટ દરમિયાન અચાનક એક મુસાફરે પોતાના કપડાં ઉતારી નાખ્યાં. ત્યારબાદ નગ્ન થઈને તે ફ્લાઈટમાં ટહેલવા લાગ્યો. ભારે હોબાળા બાદ મુસાફરને ધાબળો ઓઢાડીને સીટ પર બેસાડી દીધો.

અન્ય મેમ્બર્સે જણાવ્યું કે મુસાફરે આમ કેમ કર્યું એ પણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ આ ફ્લાઈટ બપોરે 12 વાગ્યેને 5 મિનિટ પર લખનઉ એરપોર્ટ પર લેન્ડ થઈ. ત્યારબાદ ક્રુ મેમ્બર્સે આ પુરુષ મુસાફરને સુરક્ષા અધિકારીઓને સોંપી દીધો.