તબલિગી જમાત નો કોરોના વાઈરસ ફેલાવવામાં મોટો હાથ, મેડિકલ ચેક-અપ માટે આગળ આવવાની જરૂર : ડેપ્યુટી CM નીતિન પટેલ

Spread the love
 

હેલ્થ- અમદાવાદ , મિ.રિપોર્ટર, ૭મી એપ્રિલ. 

ગુજરાતમાં જે હિંદુ મુસાફરો એરપોર્ટ પર આવ્યા તેમણે મુસ્લિમ ધર્મના લોકોની જેમ કોઈ નખરા નહોંતા કર્યા અને તંત્રની સૂચનાઓનું પાલન કર્યું હતું. જોકે તબલિગી જમાતે તંત્રને સહકાર ન આપીને અને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છૂપાવીને રાજ્ય અને દેશમાં કોરોના વાયરસ ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો છે એમ રાજ્યના  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોમાં પણ સરકારની સૂચનાઓના ઉલ્લંઘનની વાત સાંભળી નથી. કમનસીબે ભારતમાં કેટલાક ઉદ્દામવાદી અને ધર્મ ઝનૂની અફવા ફેલાવી રહ્યા છે કે તે તેમના ધર્મને નુકસાન પહોંચાડશે.’  જો જમાતના સભ્યોએ તંત્રને જાણ કરી હોત કે મેડિકલ ચેક-અપ માટે આગળ આવ્યા હોત તો ફેલાવાની તીવ્રતા ઓછી હોત. તેમણે સમજવું જોઈએ કે તેમની હરકત માત્ર લઘુમતી સમાજને જ મોટાભાગે અસર કરશે.’

તો બીજીબાજુ ગુજરાતમાં વિદેશથી આવેલા મોટાભાગના પ્રવાસીઓ હિંદુ હતા તેમ જણાવતા તેમણે કહ્યું કે, તેમાંથી કોઈએ નખરા નહોંતા કર્યા અને સૂચનાઓનું પાલન કર્યું હતું અને ક્વારન્ટીનમાં રહેવાનું પસંદ કર્યું હતું.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.