દર્દીએ ઘરમાંજ આઇ.સી.યુ. ઉભુ કર્યું છે : તરસાલી ન્યુ ઇરા હાઇસ્કૂલ મતદાન બુથમાં મતદાન કરવા માટે આવ્યા

વડોદરા- મી.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ

શહેરમાં સ્વાઇન ફ્લુથી પિડીત દર્દીએ ઓક્સિજનના બોટલ સાથે મતદાન મથકે આવીને મતદાન કરવાની ફરજ પૂરી કરી હતી. બિમારીથી પિડીત દર્દીએ જણાવ્યું કે, એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે. આજે હું મારી મતદાન કરવાની ફરજ પૂરી કરવા માટે આવ્યું છું.

શહેરના તરસાલીમાં રહેતા અને બજરંગ દળના અગ્રણી સુનિલભાઇ પાટીલ બિમાર હોવા છતાં આજે મતદાનની ફરજ પૂરી કરી હતી. સુનિલભાઇ પાટીલ છેલ્લા એક માસથી પથારીવસ છે. તેઓને સ્વાઇન ફ્લુ થયો હતો. તે બાદ તેઓને શ્વાસની બિમારી શરૂ થઇ હતી.

હોસ્પિટલમાંથી ચાર દિવસ પહેલાંજ તેઓ રજા લઇને ઘરે આવ્યા હતા. અને પોતાના ઘરમાં આઇ.સી.યુ. બનાવ્યું છે. આજે તેઓ ઓક્સિજન સિલીન્ડરની સુવિધા સાથે તરસાલી ન્યુ ઇરા હાઇસ્કૂલ મતદાન બુથમાં મતદાન કરવા માટે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે. આજે મેં મારી મતદાનની ફરજ પૂરી કરી છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: