પતિ સાથે અણબનાવમાં મદદના બહાને અમરેલી જિલ્લાના વડિયાના સ્વામિનારાયણ સ્વામીએ ચાલુ કારમાં પરિણીતા સાથે બળાત્કાર કર્યો…

જૂનાગઢ-મિ.રિપોર્ટર, ૨૬મી ફેબ્રુઆરી. 

અમરેલી જિલ્લાના વડિયાના સ્વામિનારાયણ મંદિરના સાધુએ પતિ સાથે થયેલા અણબનાવ અંગે સમાધાન કરાવવાના બહાને કારમાં ચપ્પુની અણીએ પરણિતા ઉપર બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પરણિતાએ  જૂનાગઢ પોલીસમાં કરી છે. પોલીસે પરણિતાની ફરિયાદના સંદર્ભમાં તપાસ શરુ કરી દીધી છે. 

પ્રાપ્ત વિગત મુજબ, મુળ પોરબંદરની અને હાલ જૂનાગઢ રહેતી પરણિતાને તેના પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. દરમિયાન પોતે આ અણબનાવને લીધે કંટાળી ગયા હોઈ ધર્મગુરુ અને અમરેલી જિલ્લાના વડિયાના સ્વામિનારાયણ મંદિરના સ્વામિ આનંદ સ્વરૂપદાસજીને સમગ્ર ઘટના વર્ણવી હતી. સાધુએ મહિલાના ફેસબુક એકાઉન્ટમાં ફોટો જોઈને ફ્રેન્ડ બનાવી હતી. ત્યાર બાદ વ્હોટસઅપ નંબર મેળવી વાતચીત શરૂ કરી હતી.

પરણિતાને તેના પતિ સાથે સમાધાન કરાવી આપીશ તેમ કહીને સ્વામીએ પરણિતાને  જૂનાગઢના શિશુમંગલ રોડ ઉપર બોલાવી હતી. જ્યાં પરણિતાની ઈચ્છા વિરુધ્ધ સ્વામીએ કારમાંચપ્પુ  બતાવી ને  બળાત્કાર ગુજારી ફરિયાદ કરીશ તો જાનથી મારવાની અને  પુત્રીને પણ ઉપાડી જવાની ધમકી આપી હતી. પરણિતાએ સ્વામી અને તેના  ડ્રાઈવર ગોંડલના શ્યામ સુંદરસ્વામીએ જૂનાગઢ સી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સ્વામી સામે પરણિતાએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ પતિ સાથે અણબનાવ બનતા પોતે જૂનાગઢ રહેવા આવી ગઈ હતી. તેણી સ્વામિનારાયણ ધર્મ પાળતી હોઈ સ્વામિનારાયણના સાધુ અને સંતોના પ્રવચનો સાંભળતી હતી. થોડા દિવસો અગાઉ આનંદ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક એકાઉન્ટમાં ફોટો જોઈને મને fb ફ્રેન્ડ બનાવી હતી. ત્યાર બાદ વોટ્સએપ નંબર મેળવીને વાતચીત શરૂ કરી ને મદદ કરવાના બહાને જૂનાગઢના શિશુમંગલ રોડ ઉપર બોલાવી હતી અને મારી ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર કર્યો હતો. 

Leave a Reply