બાળકો માટે શ્રેષ્ઠ લક્ઝરી વસ્ત્રનું નિર્માણ કરનાર શહેરની બી.કે.ગાયત્રીને સુષ્મિતા સેનને ઈન્ટરનેશનલ ફેમ એવોર્ડ આપ્યો

Spread the love

વડોદરા, ૧૦મી નવેમ્બર. 

દેશમાં બાળકો માટે  શ્રેષ્ઠ લક્ઝરી  વસ્ત્ર-કપડાંનું નિર્માણ કરવા બદલ શહેરની બી.કે. ગાયત્રીને બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેનના હસ્તે શ્રેષ્ઠ વસ્ત્ર નિર્માણ કલા માટે ઈન્ટરનેશનલ ફેમ એવોર્ડ આપવામાં આવ્યો છે.

 ઈન્ટરનેશનલ ફેમ એવોર્ડ એ સંબધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે. આ એક અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ છે.  શહેરની બી.કે. ગાયત્રી 4 વર્ષથી થી વસ્ત્ર નિર્માણ કરે છે. તેનું ડીઝાઇનિગ કરે છે.  વડોદરાની બી.કે. ગાયત્રીને બાળકોના ફેશનમાં ફાળો આપવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારંભ ૧લી નવેમ્બર ૨૦૧૮ ના રોજ ગોવામાં યોજાયો હતો. જેમા મુખ્ય મહેમાન તરીકે બોલીવુડની પ્રખ્યાત અભીનેત્રી સુષ્મિતા સેન હાજર રહી હતી. બી.કે. ગાયત્રીની Page3 Kids બ્રાન્ડ ભારતની પહેલી બાળકોની લક્ઝરી કોઉચર છે. રુહનિકા ધવન, માન્યતા દત્ત,ઈશા દેઓલ જેવી સેલિબ્રિટીઓ તેમના ગ્રાહક લીસ્ટમાં છે. 

This slideshow requires JavaScript.