સુશાંતસિંહ રાજપુત અને ડેબ્યુ અભિનેત્રી સારાઅલી ખાનની સ્ટનીંગ લવ સ્ટોરી : કેદારનાથનું ટ્રેલર રિલિઝ

Spread the love

મિ.રિપોર્ટર, ૧૪મી નવેમ્બર

સુશાંતસિંહ રાજપુત અને ડેબ્યુ અભિનેત્રી સારાઅલી ખાનની સ્ટનીંગ લવ સ્ટોરી: ૭મી ડિસેમ્બરે રિલિઝ થશે ફિલ્મ ‘કેદારનાથ’. અભિષેક કપુર ડાયરેકટેડ ફિલ્મ ‘કેદારનાથ’ જેના ટિઝેર ભોળાના ભકતોને જુનુન ચડાવ્યું હતુ તેનું ફાઈનલ ટ્રેલર રિલિઝ થયું છે. જેમાં અભિનેતા સુશાંતસિંહ રાજપુત અને સારા અલી ખાન સ્ટનીંગ લાગી રહ્યા છે. ફિલ્મમાં સુશાંત મુસલમાનની ભૂમીકામાં છે. તો નવી અભિનેત્રી સારા અલીખાન મસ્તીખોર, બીન્દાસ અવતારમાં નજરે પડે છે. બંને એકમેકના પ્રેમમાં તરબોડ થઈ જાય છે.જેની જોડી ખૂબજ ધુમ મચાવી રહી છે.

કેદારનાથ ફિલ્મના નામના નામ મુજબ તેના લોકેશનમાં બર્ફીલા પર્વતો અને મહાદેવના સ્થળોના સુંદર દ્રશ્યો મનમોહક છે. ‘કેદારનાથ’થી ડેબ્યુ કરનાર સારા ટ્રેલર માત્રથીજ સૌ કોઈનું દિલ જીતી રહી છે. ટ્રેલર રિલિઝ થયા પહેલા સારાએ પોસ્ટર શેર કર્યું હતુ જેમાં કેપ્શન લખ્યું હતુ કે ‘પ્યાર કી એક અદભૂત યાત્રા, ઈબાદત કે દર સે આગે’, ફિલ્મ શિવજીને આસપાસ હોવાથી ભોળાના દિવસ સોમવારે જ તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતુ.

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘ કેદારનાથ ‘ ના ટ્રેલરમાં 2013 માં ઉત્તરાખંડમાં આવેલા ભયંકર પૂરને માર્મિક ઢંગથી બતાવવામાં આવ્યું છે . ફિલ્મના ટ્રેલરમાં તબાહીના દ્રશ્યો તમારા મગજને વિચારતા કરી નાખશે . ટ્રેલરમાં સારાની એક્ટિંગ ઘણી સારી જોવા મળી રહી છે . આ ફિલ્મમાં સારાનો રોલ એક બિન્દાસ યુવતીનો છે જે ગાળો પણ આપે છે અને ડર્યા વગર પ્રેમ પણ કરે છે .

કેદારનાથ ફિલ્મની સાથે સાથે જ સારાએ પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી છે. જોકે સુશાંતની “ “કાઈ પો છે” બાદની આ બીજી ફિલ્મ છે. અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 7 ડિસેમ્બર પર રિલીઝ થશે.