અહો આશ્ચર્યમ : કોરોનાના દર્દીએ હોસ્પિટલમાં ખુલ્લેઆમ કરી દારૂ પાર્ટી, ફોટા વાઇરલ થયા…જુઓ..

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ – દિલ્હી, 26મી ઓગસ્ટ.

હાલમાં દેશમાં કોરોના મહામારીના 31 લાખથી વધુ કેસ થઇ ગયા છે. દેશના મોટા ભાગના રાજ્યો કોરોનાને કાબુમાં કરવા માટે કમરકસી રહ્યા છે. ત્યારે કેટલાક ગુનેગારો એવા છે કે આ બિમારીને પોતાના માટે એક ઉત્સવ માનીને પૂરેપૂરો ફાયદો ઉઠાવવામાં લાગ્યા છે. એક એવી જ ઘટના ઝારખંડના ધનબાદમાં કોવિડ હોસ્પિટલમાં જોવા મળી છે. જ્યાં એક કોરોના સંક્રમિત દર્દી પોતાના વોર્ડમાં દારૂ અને કબાબની મોજ માણતો નજરે પડી રહ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in

આશ્ચર્યની વાત તો એ છે કે, સંક્રમિત  ગુનેગાર હાથકડી સાથે જ હોસ્પિટલમાં  દારૂ અને કબાબની મોજ માણી રહ્યો છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ  થતા જ ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે  ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને  Twitte  કરીને ધનબાદ જિલ્લા પ્રશાસનને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

www.mrreporter.in

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.