અહો આશ્ચર્યમ : ACB ના દરોડા ને જોઈ ને ઇન્સ્પેક્ટરે રાંધણગેસ પર 20 લાખની ચલણી નોટો મૂકી સળગાવી દીધી

www.mrreporter.in
Spread the love

રાજસ્થાન- મી.રિપોર્ટર, ૨૫મી માર્ચ. 

રાજસ્થાનમાં એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં ACB થી બચવા એક ઈન્સ્પેક્ટરે  લાંચ પેટે લીધેલા રૂપિયા 20 લાખ ચલણી નોટો  પોતાનો ઘર બંધ કરીને રાંધણગેસ પર મૂકી સળગાવી દીધી હતા. ઈન્સ્પેક્ટરની આ હરકતમાં તેની પત્નીએ સાથ આપ્યો હતો. જોકે ACB એ તે ઈન્સ્પેક્ટરના ઘરે તપાસ કરતા અડધી બળેલી નોટો મળી આવતાં તેના પણ કેસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ACB (એન્ટી-કરપ્શન બ્યૂરો)ની ટીમે  બુધવારે સાંજે સિરોહીના ભંવરીમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા મહેસૂલ ઈન્સ્પેક્ટર (RI) પરબતસિંહને રંગેહાથ પકડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેણે આ લાંચ પિંડવારાના ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈન માટે લીધી હતી. ACBનો દાવો છે કે ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈને  લગભગ 20 લાખ રૂપિયાની નોટો સળગાવી દીધી છે. ઘટનાસ્થળેથી ACBને અડધી બળેલી નોટો મળી આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંડિયાના રહેવાસી મૂલસિંહે આ મામલે ACBને ફરિયાદ કરી હતી. મૂળસિંહે આરોપ લગાવ્યો હતો કે પિંડવારા રેન્જમાં આમળાંની છાલની ખૂલી બોલીથી હરાજી કરાતી હતી.  જે માટે ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈને  5 લાખ રૂપિયાની માગ કરી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.