સુરતી વેપારીએ શરીરસુખ માણવા મિત્ર પાસેથી યુવતીનો નંબર લીધો, ઘરે પહોંચી ગયો, પણ પછી થયું એવું કે….

ક્રાઈમ – મી.રીપોર્ટર, ૩૧મી જાન્યુઆરી

દેશમાં  કોઈપણ યુવક કે વેપારીને ફસાવી ને રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ નો ઉપયોગ વધી રહ્યો છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે.  અહીં બે મહિલા સહિત એક યુવકે મળી કાર્ટિંગનાં વેપારીને બિભત્સ વીડિયો કાંડમાં ફસાવી તેની પાસે 25 લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે આ મામલે યુવકે પોતાના મિત્રને પૈસા માટે ફોન કરતાં યુવક અંગે જાણ  કરતા પોલીસે દરોડો પાડીને  બે યુવતીઓની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેનીય છે કે, હનીટ્રેપનાં રેકેટમાં ન ફક્ત નાના માણસો પણ હીરાનાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ સહિત નેતાઓ પણ ફસાઈ ચૂકયા છે.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતાં યુવકે પોતાના મિત્ર પાસે શરીરસુખ માણવા કોઈ યુવતીનો સંપર્ક મંગાયો હતો. તેના મિત્રએ રાંદેરમાં રહેતી યુવતીનો ફોન નંબર આપ્યો હતો. યુવકને યુવતીએ  રાંદેર વિસ્તારમાં આવેલાં તેના ઘરે બોલાવ્યો હતો. જ્યાં  બંને જણા શરીરસંબંધ બાંધવા માટે  કઢંગી હાલતમાં આવી ગયા હતા.

જોકે બંને આગળ કઈ પણ કરે તે પહેલા જ પ્લાન પ્રમાણે  બહારથી દરવજો ખોલી એક 22 વર્ષીય યુવતી પોતાના હાથમાં મોબાઈલ લઈ અંદર ઘૂસી આવી હતી. અને બંનેનાં કઢંગી હાલતમાં વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ યુવકને બ્લેકમેલ કરવા લાગે છે. કહે છે કે, હવે આ મામલો પતાવો હોઈ તો 25 લાખ આપવા પડશે. રૂપિયા નહીં આપે તો આ વીડિયોને ટીવી ચેનલમાં પ્રસારીત કરી દેવામાં આવશે.

યુવતીની આ વાતોથી ગભરાયેલાં યુવકે તેના મિત્રને સમગ્ર હકીકત જણાવી હતી. અને જણાવ્યું હતું કે તે કઈ રીતે ફસાઈ ચૂક્યો છે. અને તેને 25 લાખ રૂપિયાની જરૂર છે તેવું પણ કહે છે. ત્યારબાદ વેપારીના બનાવવાળી જગ્યાએ પહોંચી 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી હતી અને પોતાના વેપારી મિત્રને  પોલીસના  સહયોગથી  મહિલાઓનાં ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. 

સમગ્ર મામલે રાંદેર પોલીસ બંને યુવતી અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ત્રણ લોકોની ગેંગ દ્વારા હનીટ્રેપનું આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. તેઓની મોડસ ઓપરેન્ડી પણ આ જ હતી. શરીરસુખ માણવા આવેલાં યુવકનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને પૈસા પડાવવા. આ રેકેટમાં સામેલ બે યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ફરાર એક યુવકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા અગાઉ કેટલાં યુવકોને આ ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Leave a Reply