સુરત : નાપાસ થતા સુરતમાં પેટ્રોલ પમ્પના માલિકની દીકરીએ ગળાફાંસો ખાધો

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ -સુરત, મી.રિપોર્ટર, 1લી જાન્યુઆરી.

સુરતના અડાજણ બદ્રી નારાયણ મંદિર પાસેની કાસવજી સોસાયટી ખાતે રહેતી અને ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતીએ ઈન્ટર્નશિપમાં નાપાસ થતા ઘરના બેડરૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો છે. પરિવારને જાણ થતાં  યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કરી હતી, ત્યારબાદ પીએમ માટે સિવિલમાં મૃતદેહને લાવવામાં આવ્યો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

પ્રિયંકાબા મહાવીર સિંહ જાડેજા (ઉ.વ.આ. 21)ની લટકતી લાશ મળી આવતા પરિવાર તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ડોક્ટરોએ પ્રિયંકાને મૃત જાહેર કરતા અડાજણ પોલીસને જાણ કરાઈ હતી.

પિતા પેટ્રોલ પંપના માલિક છે.રાજકોટમાં ફિઝિયોથેરાપીસ્ટનો અભ્યાસ ચાલુ હતો.પ્રિયંકા સુરતમાં અલગ અલગ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી હતી. ઇન્ટર્નશીપમાં ફેઈલ થતા આપઘાત કર્યું હોવાનું તારણ સામે આવ્યું છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.