પથ્થરમારામાં પકડાયેલા પરપ્રાંતિય મજૂરોને ભોજન કરાવતી સુરતની પોલીસ : પોલીસનો માનવતાવાદી ચહેરો… જુઓ

સુરત-મિ.રિપોર્ટર, ૧૧મી એપ્રિલ. 

રાજ્યમાં કોરોના નો કહેર યથાવત છે. સુરતમાં કોરોના ના લીધે કારખાના બંધ થતા મજૂરો વતન જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શુક્રવારે લસકાણા વિસ્તારમાં આવા મજૂરોને પોલીસે જતા અટકાવતા પથ્થરમારો થયો હતો. જ્યાં  પોલીસ સાથેના ઘર્ષણમાં મજૂરોએ રસ્તા રોક્યા હતા અને  ટાયરો પણ સળગાવી ને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. 

પરિસ્થિતિ વણસે નહિ તે માટે પોલીસે પથ્થરબાજી કરી રહેલા ઘણા મજૂરોની અટકાયત કરી ને મામલો થાળે પડ્યો હતો.  જોકે સુરતની પોલીસે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ સરથાણા પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનાના ૮૧ પૈકી ના ૪૭ અટકાયતી ને ભોજનની વ્યવસ્થા કરીને પોલીસ સ્ટેશનમાં જ ભોજન પૂરું પાડી ને પ્રેમ થી જમાડ્યા હતા. સુરતની પોલીસના માનવતાવાદી ચહેરો જોઈએ ને લોકોએ વધાવી લીધો હતો. તમે પણ જુઓ સુરત પોલીસનો માનવતાવાદી ચહેરાવાળો વિડીયો….

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply