સુરતની ઘટના : સસરા પુત્રવધૂને લઈને ભાગ્યા હોવાનું વાઈરલ, અફવા ફેલાવનાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરી

www.mrreporter.in
 
 
 
સોશિયલ મીડિયામાં સસરા-વહુના ફોટો અને નામ સાથે પોસ્ટ ફરી રહી છે 
 
સુરત – મી.રિપોર્ટર , 22મી ઓગસ્ટ . 
 
સુરતમાં  વેવાઈ-વેવાણ અને નાનાભાઈની પત્નીને લઈને મોટાભાઈ ભાગી ગયા  હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની વચ્ચે જ ભારે આશ્ચર્ય પમાડે તેવી એક ઘટના સામે આવી છે. સસરા પુત્રવધૂને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. જોકે, આ બાબતે સસરા દ્વારા અફવા ફેલાવનાર સામે પોલીસમાં અરજી કરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શહેરના છેવાડે આવેલા ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડ વયના સસરા યુવાન વયની પુત્રની વહુને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં બંનેના ફોટો અને નામ સાથે પોસ્ટ ફરી રહી છે. સોશિયલ મીડિયામાં સસરા અને પુત્રવધૂના આડાસંબંધની જાણ થયાના બીજા જ દિવસે ભાગી ગયા હોવાનું લખવામાં આવ્યું છે.  સસરા પુત્રવધૂને ભગાવી જતા પુત્ર પર સામાજિક ટીકાઓ અને મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. નારાજ પુત્રએ ભાગેડું સસરા-વહુને શોધી આપનારને 50 હજાર રૂપિયા ઈનામ આપવાની પણ ગામમાં જાહેરાત કરી છે.

તો બીજીબાજુ  પોતાના અને વહુ વચ્ચેના સબંધને લઈને  સોશિયલ મીડિયામાં ફરી રહેલી પોસ્ટ અંગે સસરાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. જેમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે અફવા ફેલાવે છે તે ખોટી છે. આં અંગે પોલીસ અરજી પણ કરી દેવામાં આવી છે. સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે. સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાઈ છે તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને વિનંતી કરું છું કે, આ વાતને આગળ ફેલાવશો નહીં. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સજાને પાત્ર છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply