સુરત : 14 માળની કાપડ માર્કેટમાં આગ, 9 કલાકથી આગ બેકાબૂ બની : બ્રિગેડ કોલ જાહેર કરાયો…જુઓ…વિડીયો

Surat: Fire in 14-storey textile market, fire unmanageable for 9 hours: Brigade call announced

સુરત – બિઝનેશ. મી.રીપોર્ટર, ૨૧મી જાન્યુઆરી.

સુરત  શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં  વહેલી સવારે  ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આંખ ના પલકારામાં જ આગ ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને આગની જવાળાઓએ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને  ઝપટમાં લઇ લીધી હતી. આગ 14 માળમાં લાગી ગઈ હતી. આગની જાણ થતા જ સુરતની ફાયર બ્રિગેડના ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે વધુ ગાડીઓ મંગાવી હતી. 

તો બીજીબાજી ફાયર બ્રિગેડના લાશ્કરોની કુલ 76 જેટલી ગાડીઓ રઘુવીર માર્કેટ પર પહોંચી હતી ઉપરાંત ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ બોલાવીને સાત માળની આ માર્કેટના તમામ ફ્લોર પર આવેલી દુકાનો અને ગોડાઉનોમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના નિરર્થક પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ સવારે સાડા દસ વાગ્યા સુધી એટલે કે કલાકો સુધી લાખો લિટર પાણીનો મારો ચલાવ્યા પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.

અત્રે ઉલ્લેનીય છે કે, રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ ભારે વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડે  તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. તે બાદ તમામ સ્ટાફને માર્કેટ પર બોલાવી લીધા હતા. 

ટ્રાફિક જામ સર્જાયો

પોલીસ દ્વારા દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડીંગની આસપાસના રોડને બ્લોક કરી દેવામાં આવતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. સારોલી રોડનું ટ્રાફિક પુણા કેનાલ રોડ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું. જેથી પુણા કેનાલ બીઆરટીએસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

Leave a Reply