ભાગ ૧ માં તમે વાચ્યું : “કામ ની વ્યસ્તતા વચ્ચે બ્રેક લેવા હું મારી ઓફીસ ની બારી પાસે આવી સિગરેટ સળગાવી. મારી આ આલીશાન ઓફીસ, સ્કાય એલીગન્ટ ના નવમાં માળે આવી જેવી મેં બારી ખોલી નીચે મેં એક બ્લેક ટેક્ષી અમારા સ્કાય એલીગન્ટ ના એન્ટ્રન્સ પાસે આવી ઉભી રહી. તેમાંથી એક યુવતી બહાર આવી તેને ભાડું આપ્યું અને અમારા બિલ્ડીંગ માં આવી. આ દ્રશ્ય જોઈ ત્રણ કે કદાચ સાડા ત્રણ વર્ષ પેહલા ની એ સવાર યાદ આવી ગઈ. આજ રીતે સાડા ત્રણ વર્ષ પહેલા હું આજ રીતે બારી પર આવ્યો અને નીચે જોયું તો એક યુવતી જેણે બ્લુ-વાહીટ ના કોમ્બિનેશનમાં સલવાર-કમીઝ પહેરેલું અને જમણા હાથ માં ફાઈલ હતી તે ફટાફટ ઉતાવળે ટેક્ષી માંથી થી નીકળી ઝડપ લીફ્ટ તરફ ગઈ. તે મેનેજમેન્ટ ના સ્ટાફ લેવા માટે ઈન્ટરવ્યું રાખ્યા હતા તે માટે આવી હતી અને તેના આબેહુબ ચહેરો જોઈ તેને પામવા નો મને ખ્યાલ આવ્યો.
મારી ઓળખાણ છુપાવવા તેના ઈન્ટરવ્યું મારા અસીસટન્ટ કર્લેકર ને સોપી દીધું કારણ મને એમ હતું કે આવેલી સુંદર યુવતી, (નામ) સુપ્રિયા, જો મને બોસ ના રૂપ માં જોશે તો મને ક્યારેય પસંદ નહી કરે. તદુપરાંત મારો સ્વભાવ અતિશય કડક, શીશ્તબ્ધ્ધ, ઘમંડી હોઈ મને એક વાત ની ખાતરી હતી કે હું ક્યારેય ઓફીસ માં સારી રીતે તેની સાથે વર્તન કરી નહિ શકું. તેથી મારે એની સાથે મારે પહેલા સાધારણ વ્યક્તિ તરીકેજ મળવું પડશે તેવો મેં તાત્કાલિક નિર્ણય લીધો અને સુપ્રિયા ને સિલેકશન ના ઓર્ડર તાત્કાલિક પ્રિન્ટ કરાવી તેને બીજા જ દિવસ થી ઓફીસ જોઈન કરવા કહેડાવી દીધું. અને સાધારણ થઈ તેની સાથે સવાર સાંજ બસ માં જ્યાં આગળ પાછળ જગ્યા મળે ત્યાં બેસી તેની સાથે મુસાફરી કરી તેની સાથે વાત કરવાનો મોકો શોધતો. અને આમ ચોથા દિવસે પાછો હું સમયસર બસ સ્ટેન્ડ પહોચી ગયો અને મારા મિત્ર નિલય ને જણાવી દીધું કે હું તને ફોન કરું એટલે `હું જે પણ બોલું’ તું સાંભળ્યા કરજે. “યાર, છોકરી નો મામલો છે” તે સમઝી ગયો. બસ માં અમે સાથે ચઢ્યા મેં તેની પાછળ ની સીટ લીધી” હવે આગળ ….
(ભાગ ૨ – છેલ્લો )
બસ થોડી આગળ ગઈ એટલે મેં પ્લાન મુજબ નિલય ને ફોન લગાવ્યો. મેં ફોન પર “હાય હેલો” કરી મુદ્દા ની વાત પર આવ્યો અને થોડું ભારપૂર્વક સુપ્રિયા ને સંભળાય તેમ બોલ્યો “યાર, સરે મને બે નવા એરિયા કુર્લા અને અંધેરી માર્કેટિંગ સોપી દીધા છે, સવાર સાંજ ત્યાજ ફર્યા કરું છું” ચાલુ ફોન માં મેં આગળ ની સીટ પર જોયું તેનું થોડું ધ્યાન મારી વાતો માં હતું તેમ લાગ્યું એટલે મેં પાછું બોલવાનું ચાલુ કર્યું “યાર, બંને એરિયા મારા માટે નવા છે, આ બોસ લોકો કોઈ પણ જગ્યા કોઈ પણ કામ સોપી દે છે, સાલું કરવાનું પણ શું?? અને.. આપડા જેવા માણસ કરી પણ શું શકે ????” આમ મેં થોડીવાર ફોન પર વાત કરી તેનું ધ્યાન મારી તરફ ખેચવા ચાલુ રાખ્યું.
મને લાગ્યું કે હું થોડો સફળ થયો. આમ બસ માં રોજ તેની આજુબાજુ ક્યાં પણ સમાન્ય વ્યક્તિ બની બેસી જતો અને ફોન પર વાતો કરી મારી હાજરી ખ્યાલ તેને આપતો. આમ દસ પંદર દિવસ થઇ ગયા પણ હજુ સુધી અમારી વાત ન થઇ તે નાજ થઇ. હું થોડો નિરાશ થયો. આમ વીસમા દિવસે સાંજે રોજ મુજબ હું ઓફીસ ના નજીક ના બસ સ્ટેન્ડ પર સુપ્રિયાના છૂટવાના સમયે પહોચ્યો. એટલા માં બસ આવી, અમે બંને બસ માં ચડ્યા એકજ સીટ ખાલી હતી એટલે તે ત્યાં જઈ બેસી ગઈ હું થોડો નર્વસ થયો પણ હિંમત કરી તેની બાજુ માં બેસી ગયો.
તે જ વખતે મને વિચાર આવ્યો અને મેં તરતજ નિરવ ને ફોન લગાવ્યો થોડા ઢીલા અવાજે હાય હેલો કર્યું અને નિરાશા ભર્યા સુર માં બોલ્યો :”યાર, નવો એરિયા છે એટલે ટાર્ગેટ પૂરું થતું નથી, આજે બોસ બહુ જ ગરમ થઇ ગયા હતા… યાર નોકરી થી કાઢવાની વાત કરતા હતા… યાર ઘરનું ભાડું, જમવાના બિલ્સ… પાછા થોડા પૈસા ઘરે પણ મોકલવાના, યાર… ક્યાંથી… કરીશ …” આ સાંભળી સુપ્રિયા એ તરત જ મારી સામે જોયું તેની આખોમાં કરુણા જોઈ મેં તરતજ ફોન મૂકી દિધો. આટલા દિવસ ની મહેનત બાદ પહેલી વાર તેને મો ખોલ્યું:”ચલતા હૈ, મેરે સાથ બહોત બાર ઐસા હુવા હૈ, થોડા ઇન્તઝાર કરો સબ ઠીક હો જાયેગા !!!”
હું ચકિત થઈ ગયો. તે પહેલી વાર મારી સાથે બોલી હતી….. મારા મો માંથી નીકળી ગયું “ઇન્તઝાર હી તો કર રહા હું” અને તેને કદાચ હું એક વ્યવસ્થિત વ્યક્તિ લાગતો હોઈ મને સાંત્વના માટે બોલતી ગઈ અને હું તેને જોતો રહ્યો. આમ રસ્તો ક્યાં નીકળી ગયો મને ખબર જ ના પડી કુર્લા આવી ગયું. હું ટેક્ષી કરી ઘરે ભાગ્યો હું બહુજ ખુશ હતો સુપ્રિયા એ મારી સાથે વાત કરી હતી. પછી, હું રોજ તેને મારી સારી-ખરાબ ખબરો જણાવતો… તે સાંભળતી મને જવાબ આપતી… તેનો સાથ મને આકર્ષિત કરતો…. બસ બસ સ્ટેન્ડ પર તેની રાહ જોયા કરતો. (મને એવા વિચારો પણ આવતા કે હું આ બધું શું કરી રહ્યો છું, એક ફેક્ટરી નો માલિક એક સામાન્ય યુવતી ને પામવા માટે ગાડી, ઓફીસ, સારા કપડા છોડી, બસ માં ભટકી રહ્યો છું???? પણ ક્યાંક મેં વાચ્યું હતું “પ્યાર ઔર જંગ મેં સબકુછ જાઈઝ”.)
સાંજ નો સમય હતો, વરસાદ ની સીઝન પણ હતી અને થોડો રીમઝીમ વરસાદ ચાલુ થયો મેં દુર થી જોયું બસ સ્ટેન્ડ પર સુપ્રિયા સફેદ કલર ના કુર્તા માં ઉભી હતી વરસાદ માં થોડી ભીની પણ થઇ ગઈ હતી. હું લગભગ બસ સ્ટેન્ડ પર આવી ગયો હતો મેં તેની સામે જોયું તેનો વરસાદ થી ભીનો ચહેરો અતિશય આકર્ષક લાગતો હતો. મારી નજર તેના સુંદર મુખડા પર અટકી ગઈ. તેને મારા તરફ જોયું તેવીજ મારી નજર ઝુકી ગઈ. (આજે જિંદગી માં પહેલી વખત હું ઝૂક્યો હતો અને પ્રેમ માં ઝૂકવાની ખુશી પણ મળી રહી હતી.) તેની પાસે જઈ મેં તેને “હાય” કહ્યું તે કઈ બોલી નહી પણ થોડી શરમાઈ મારી સામે જોયું…. બસ તેની આ સાદગી મારી દીવાનગી બની ગઈ હતી…
મેં હકથી છત્રી ખોલી તેને મારી છત્રી માં આવવા ઈશારો કર્યો…. તેને તેનો દુપટ્ટો થીક કર્યો અને છત્રી માં આવી ગઈ. મેં તેને હકથી “ચલો” બોલી ચાલવાનું ચાલુ કરી દીધું તે પણ મારી સાથે “ક્યાં જવાનું છે” તે પૂછ્યા વગર મારી સાથે ચાલવાનું ચાલુ કરી દીધું. થોડે દુર જઈ તેને મારા ખભા પર માથું મૂકી દીધું અને અમે બંને ચાલુ વરસાદ માં દુનિયા થી બે ખબર રસ્તા પર ચાલતા ચાલતા નીકળી પડ્યા. બસ, તે દિવસે મને પહેલી વખત લાગ્યું કે મારા બધા દુખ આ ખુશી માં ઓગળી ગયા હતા.
બસ મારે હવે એકજ વાત કરવાની રહી હતી કે હું જ તેનો બોસ છું….. તે મેં બે ત્રણ દિવસ પછી તેને સવારે ફોન કરી કહી દીધી કે સુપ્રિયા આજે તને એક મોટી સરપ્રાઈઝ આપવાનો છું. તે પણ ૧૧ વાગે. તે ઝડપ થી ઓફીસ પહોચી. ઓફીસ પહોચી કે તરતજ તેને મેસેજ મોકલી આપ્યો કે આજે બોસે બરોબર ૧૧ વાગે બોલાવી છે. તે બ્લેક ટોપ અને લોંગ મીડી પહેરી બોસ ના કેબીન પાસે પહોચી… કેબીન પર તેને મારું બોર્ડ વાચ્યું અને કેબીન થોડું ખોલ્યું અને ડરતા સ્વરો માં બોલી :”મેં આઈ કમ ઇન સર ”
અને હું મારી ચેર પરથી ઉભો થઇ બંને હાથ ફેલાવી તેની તરફ આગળ વધ્યો… તે મને ઓળખી તેના બંને હાથ હથેળી માં તેનો ચહેરો છુપાવી દિધો…. અને બોલી ….” આ હતી મોટી સરપ્રાઈઝ????” અને મને વળગી પડી. મેં તેને ટુક માં બધું સમઝાવી દીધું કે નિરવ કોણ હતો..વગેરે વગેરે અને છેલ્લે કીધું : “ખોટું ના લગાડીશ …. પ્યાર ઓર જંગ મેં સબકુછ જાયઝ…” તે વધારે કકળાટ કર્યા વિના તે માની ગઈ…
પણ આ ખુશી વધારે ટકી નહી… થોડાજ સમય માં તેને અસાધ્ય રોગ થયો… મેં તેને બચાવવા બધા પ્રયત્નો કર્યા પણ સુપ્રિયા મને છોડી ને જતી રહી.. હું તેને ભૂલવા ૨૪ કલાક કામ કરવા લાગ્યો વ્યસ્ત રહેવા લગ્યો.. અને આજે સાડા ત્રણ વર્ષ બાદ આજે નીચે આવેલી ટેક્ષી એ તેની યાદ મને અપાવી દીધી… મારી આખો સ્હેજ ભીની થઇ. હું વોશરૂમ માં ગયો મારી આખો પર પાણી ની છલક મારી પાછા મારા રીમ્લેસ ગ્લાસ ચડાવી મારી બધી લાગણીઓ છુપાવી દીધી…..