સુપ્રિમ કોર્ટ : PM કેયર ફંડના રૂપિયા NDRFમાં ટ્રાન્સફર કરવાનો આદેશ ન આપી શકાય, વધુ શું કહ્યું ?

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી – મી.રિપોર્ટર, ૧૮મી ઓગસ્ટ. 

પીએમ કેયર ફંડમાંથી એનડીઆરએફમાં નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપી શકતા નથી તેવો આદેશ દેશની સુપ્રીમ કોર્ટે મંગળવારે પીએમ કેયર ફંડ કેસમાં ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે  વધુમાં કહ્યું કે, નવી આપત્તિ રાહત યોજનાની પણ જરૂર નથી. સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (CPIL) એનજીઓએ આ મામલે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવાઅહીં ક્લિક કરો :https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (CPIL) કહ્યું કે સરકારે પીએમ કેયર ફંડ બનાવીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અવગણના કરી છે. સીપીઆઈએલે દલીલ કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે, કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી પ્રાપ્ત નાણાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) ના ખાતામાં જમા કરાવવા જોઈએ.પીએમ કેયર ફંડમાં જે પણ રકમ મળી છે, તે એનડીઆરએફમાં જ ટ્રાન્સફર થવી જોઈએ.

સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (CPIL) એ કેમ પ્રશ્ન ઉઠાવ્યો ? 

 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 46 દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં દાનની રકમ જમા કરવાની વ્યવસ્થા છે, તો પછી કોરોના સામે રાહતના કામ કરવા માટે મળનારા ડોનેશનને પીએમ કેયર ફંડમાં જમા કેમ કરાવવામાં આવ્યું ? પીએમ કેયર ફંડનું કેગ દ્વારા ઓડિટ પણ કરાવવામાં આવી રહ્યું નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ફંડ મામલે સવાલ ઉઠાવ્યા હતા. રાહુલગાંધીએ કહ્યું હતું કે દાન આપનાર વ્યક્તિનું નામ જણાવવા બાબતે વડાપ્રધાન કેમ ડરી રહ્યા છે?

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.