સુપ્રિમ કોટે પણ ‘ચોકીદાર ચોર હૈ’ નો સ્વીકાર કર્યો એવા નિવેદન પર રાહુલ ગાંધી ને કોર્ટે અવમાના નોટિસ આપી : મંગળવારે વધુ સુનાવણી

Spread the love

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ

 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાહેર મંચ પર ‘ચોકીદાર ચોર હૈ’ નો નારો લગાવનાર અને નિવેદન આપનારા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ને આજે સુપ્રિમ કોર્ટે અવમના નોટિસ ફટકારી ને મંગળવારે જવાબ આપવા હુકમ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, ગઇકાલે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ચોકીદાર નરેન્દ્ર મોદી ચોર હૈ’ના પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો.  કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, ‘મારું નિવેદન ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહમાં અપાયું હતું. મારા રાજકીય વિરોધીઓએ મારા આ નિવેદનને  જાણે જાણી જોઈને અને ઈરાદાપૂર્વક સુપ્રીમ કોર્ટે ચોકીદાર ચોર હૈ કહ્યું હોય તેમ તેનો પ્રચાર કર્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે આ નિવેદન કોર્ટના 10 એપ્રિલના રોજ અપાયેલા ઓર્ડરને જોયા કે વાંચ્યા વિના જ આપ્યું હતું. કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.’

અત્રે ઉલ્લેખનીય છેકે, રાહુલ ગાંધી ના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, એમને હજુ સુધી અવમના નોટિસ મળી નથી, આ નિવેદન બાદ કોર્ટે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ને આજે સુપ્રિમ કોર્ટે અવમના નોટિસ ફટકારી ને મંગળવારે જવાબ આપવા હુકમ કર્યો છે.