સુપ્રીમ કોર્ટ : એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBI કરશે, મહારાષ્ટ્ર સરકાર તપાસમાં સહકાર આપે

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, ૧૯મી ઓગસ્ટ. 

બોલીવુડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBI કરશે તેવો આદેશ  આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું, CBI તપાસને મહારાષ્ટ્ર સરકાર પડકાર આપી શકે નહીં. પટનામાં નોંધાયેલી FIR યોગ્ય હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતું.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવાઅહીં ક્લિક કરો :https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું હતું, સુપ્રીમ કોર્ટે એ પણ આદેશ આપ્યો હતો કે સુશાંતના કેસમાં નોંધાયેલા બીજા કેસોની તપાસ પણ CBI કરશે. અમને ટૂંક સમયમાં ન્યાય મળવાની આશા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સુશાંતનો પરિવાર ઘણો જ ખુશ છે.

અત્રે ઉલ્લેખનીય રિયા તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન તથા બિહાર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહ હતા. સુશાંતના પિતા તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ તથા મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવી હતા. આ કેસમાં CBI, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર તથા બિહાર સરકાર પણ પક્ષકાર હતા. તમામે 13 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટને લેખિતમાં જવાબ આપ્યો હતો.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.