વડોદરા શહેરમાં ખાનગી શાળામાં 12માં ધોરણમાં ભણતા જોડિયા ભાઈઓનો આપઘાત, એકનું મોત, એકનો બચાવ

www.mrreporter.in

ક્રાઈમ – વડોદરા, મી.રિપોર્ટર, 14મી  ડિસેમ્બર. 

વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં રહેતા બે જોડિયા ભાઈઓએ અગમ્ય કારણોસર સોમવારે મોડી સાંજે આપઘાત કરી લીધો હતો. જેમાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  ગાળિયો છૂટી જતાં બીજા ભાઈનો બચાવ થયો છે. આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં રહેતા 18 વર્ષના જોડિયા પુત્રોનું નામ રૂપેન અને રિહાન છે. જોડિયા ભાઇઓ ખાનગી સ્કૂલમાં ધો-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. છેલ્લા બે દિવસથી તેમની NEETની પરીક્ષા ચાલતી હતી. જ્યાં બંને ભાઈઓ એ સ્ટડી રૂમમાં અલગ-અલગ પંખાના હૂક પર ગળે ફાંસો ખાધો હતો. આમાં રુપેનનું મોત થયું હતું જ્યારે ગાળિયો છૂટી જતાં રિહાન નીચે પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. બંને ભાઈઓ ના પિતા રાજેશભાઇ અને તેમનાં માતા આણંદની જિલ્લા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply