વિદ્યાર્થીઓ શરીરને સ્વસ્થ નહિ રાખો, હોસ્પિટલમાં અને દવાઓ પાછળ જ જીંદગી ખર્ચાઈ જશે : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

મિ. રિપોર્ટર, ૨૨મી ડિસેમ્બર. 

વિદ્યાર્થીઓએ ભણવાની સાથે સ્પોર્ટ્સમાં પણ અવ્વલ નંબરે આવું જોઈએ. જો વિદ્યાર્થી વહેલા ઉઠીને ચાલે, દોડે કે સ્વીમીંગ જેવી અનેક સ્પોર્ટ્સની રમતો રમે તો તે માત્ર શારીરિક અને માનસિક રીતે મજબુત બનશે પણ ભણવામાં અને કારકિર્દી ઘડતરમાં પણ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરશે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહા ખેલકુંભનો પ્રારંભ વિદ્યાર્થીઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બને તે માટે શરુ કર્યું હતું. જેમાં રાજ્યના ૩૨ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હવે જયારે તેઓ દેશના વડાપ્રધાન છે ત્યારે ખેલો ઇન્ડીયાની શરૂઆત કરી છે. પોતાના સ્વસ્થને જાળવશો તો કમાયેલું જ્ઞાન કામ લાગશે. જો શરીરને સ્વસ્થ નહિ રાખો તો જ્ઞાન હશે તો પણ નકામું બની જશે. સ્વસ્થ શરીર નહિ હોય તો હોસ્પિટલમાં અને દવાઓ પાછળ જ જીંદગી ખર્ચાઈ જશે એમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બરોડા એકેડેમિક એસોસિએશનને ” એજ્યુકેશન કાર્નિવલ ૨૦૧૮” ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. 

વડોદરાના પારસી અગિયારી ખાતે  બરોડા એકેડેમિક એસોસિએશન  દ્વારા ૨૨મી અને ૨૩મી ડીસેમ્બર સુધી ચાલનારા ” એજ્યુકેશન કાર્નિવલ ૨૦૧૮” ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઉદ્ઘાટન કર્યું હતું.  ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડતરમાં ખુબ મદદરૂપ થશે. અમારા સમયમાં આવા માર્ગદર્શન આપનારા કલાસીસો નહોતા. જો આજના વિદ્યાર્થીઓએ આવી તકો મળી છે તો તેનો તેમણે ફાયદો ઉઠાવવો જોઈએ. 

એજ્યુકેશન કાર્નિવલ ૨૦૧૮ ની માહિતી આપતાં પ્રમુખ સમીર ધ્રુવ અને સેક્રેટરી મિલન શાહે અત્રે જણાવ્યું હતું કે,  બે દિવસના કાર્નિવલમાં ધો.૧૦, ધો.૧૨ અને કોલેજના વિદ્યાથીઓને અભ્યાસ અને ઉચ્ચ કારકિર્દી માટે વિદેશ જવું હોય તો કેવી રીતે જવું અને કઈ યુનિવર્સીટી યોગ્ય છે, પોતાના માટે ક્યાં કોર્સ અગત્યના છે તેની વિસ્તૃત માહિતી વિવિધ શૈક્ષણિક સ્ટોલમાંથી મેળવી શકશે. ગઈકાલે યોજાયેલા  જોબફેરમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને સીધી જ નોકરી મળી છે. આજે સાંજે  એજ્યુકેશન કાર્નિવલમાં  પુ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામી મોટીવેશનલ વક્તવ્ય આપનીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. 

Leave a Reply