પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શહેરના અકોટા બ્રિજ પર પેડેસ્ટેરીયન અને સાયકલ ટ્રેક તૈયાર કર્યો, જુઓ વિડીયો..

www.mrreporter.in
Spread the love

એજ્યુએશન- વડોદરા, મી.રીપોર્ટર, ૨૯મી જાન્યુઆરી.

શહેરની પારૂલ યુનિવર્સિટી એક શૈક્ષણિક સંસ્થા છે. જે શૈક્ષણિક કામગીરી ઉપરાંત સતત સમાજ લક્ષી કાર્યોમાં પણ મોખરે છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત સમાજ પ્રત્યે કઇક કરવાની ભાવના જાગૃત કરવાના હેતુથી યુનિવર્સિટીના સંચાલકો દ્વારા નવા નવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આજે પણ આવા જ એક સમાજ લક્ષી કાર્યનું લોકપર્ણ કરવામાં આવી રહ્યું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હાલની કોરોના મહામારીમાં દરેક વ્યક્તિને તેના સ્વાસ્થયની ચિંતા છે. દરેક વ્યક્તિને તેના સ્વાસ્થયને તંદુરસ્ત રાખવા માટે કસરત તેમજ રમત-ગમત તરફ વળી રહ્યા છે. પારૂલ યુનિવર્સિટી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના અકોટા દાંડીયા બજાર બ્રિજ પર પેડેસ્ટેરીયન અને સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. સાયકલ ૪ ચેન્જ વિષય પર આધારીત ટ્રેકનું આજે લોકાપર્ણ કરવામાં આવ્યુ છએ. ભારત સરકારના હાઉસિંગ અને અર્બન અફેર મંત્રાલયના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આ ટ્રેકને તૈયાર કરવામાં આવ્યો છે. જે શહેરીજનોને પોતાના સ્વાસ્થય પ્રત્યે વધારે જાગૃત કરવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. લોકો ચાલી શકે તેમજ સાયકલીંગ કરી શકે અને તેમાં તમને કોઇ પ્રકારની મુશ્કેલી ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એક મોડેલ ટ્રેક બનાવાયો છે જેનું અનુકરણ સમગ્ર દેશમાં થાય તેવી શક્યતાઓ પણ સેવાય રહી છે.

This slideshow requires JavaScript.

આ ટ્રેકની ખાસીયત છે કે, પારૂલ યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન અને પારૂલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા કેન્દ્ર સરકારના મંત્રાલયના આ પ્રોજેક્ટ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અકોટા દાંડિયા બજાર બ્રિજ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ખાસ ડિઝાઇન તૈયાર કરી તેમાં રંગબેરંગી રંગો ભરી ખાસ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. સર્વિસ લેનમાં તૈયાર કરવામાં આવેલા આ પાયલોટ પ્રોજેક્ટમાં શહેરની મેરાકી ડિઝાઇન સ્ટુડીયો દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ શહેરીજનો માટે ખાસ સ્માર્ટ બાઇક સ્ટેશન પણ બનાવવામાં આવ્યુ છે. જ્યાંથી સ્માર્ટ બાઇક રેન્ટ પર લઇ સાયકલિંગ કરી શકાશે. પારૂલ યુનિવર્સિટી દ્વારા આ પાયોલોટ પ્રોજેક્ટ બાદ શહેરીજનોના સ્વાસ્થયને ધ્યાને રાખી આગામી દિવસોમાં શહેરમાં અન્ય સ્થળે પણ આવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.