વિદ્યાર્થીઓને રાહત : NEET અને JEEની પરીક્ષા મે મહિનાના અંતમાં લેવાશે, HRD મિનિસ્ટરે tweets કર્યું…વાંચો ?

Spread the love

અમદાવાદ – મિ.રિપોર્ટર, ૨૭મી માર્ચ. 

દેશભરમાં કોરોના વાઈરસનો કહેર જારી હોઈ કેન્દ્ર સરકારે  NEET અને JEEની પરીક્ષા આગામી મે મહિનાના અંતમાં લેવાશે તેવી જાહેરાત કરી છે.  આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરાશે.

કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયે આજે  NEET અને JEEની પરીક્ષા આપવાના દેશભરના વિદ્યાર્થી અને વાલીઓ માટે એક સર્ક્યુલર બહાર પડ્યો છે. જેમાં તેમણે NEET અને JEEની પરીક્ષા આગામી મે મહિનાના અંતમાં લેવાશે તેવી જાહેરાત કરી છે. સાથે સાથે પરીક્ષા અંગેની વધુ જાણકારી માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, દિલ્હી નો ઓનલાઈન સંપર્ક સાધવા માટે અપીલ કરી છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)