મિ.રિપોર્ટર, ૧૭મી નવેમ્બર.
શહેરના નવાપુરા વિસ્તારના માળી મહોલ્લામાં શનિવારે સવારે મિલકતના ઝઘડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં દોડધામ મચી ગઇ હતી ઘટનાના પગલે નવાપુરા પોલીસે સ્થળ પર ધસી જઇ મામલો થાળે પાડયો હતો. પથ્થરમારામાં વ્યક્તિને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ચતો.
નવાપુરા નવાપુરા મારી મહોલ્લામાં માળી સમાજ નું મંદિર અને મારવાડી સમાજ ની વાડી આજુબાજુમાં જ આવેલી છે. છેલ્લા ઘણા સમયથી બન્ને સમાજ વચ્ચે નાની-નાની બાબતે બોલાચાલી થતી. શનિવારે સવારે મારવાડી સમાજના લોકો નવા વર્ષની ઉજવણી કરવા ભેગા થયા ત્યારે સમાજના લોકો પણ ત્યાં ધસી આવ્યા હતા, મારવાડી સમાજે ત્યાં લગાવેલા પેવર બ્લોકના મામલે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચકતા સામસામે પથ્થરમારો થયો હતો. ચાર વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા . જોકે મામલો વધુ બિચકે તે પહેલા જ નવાપુરા પોલીસે સ્થળ પર ધસી જઇ મામલો થાળે પાડયો હતો અને આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
More Stories
વડોદરાના જુના પાદરા રોડ પર સ્પાના ઓથા હેઠળ ધમધમતુ સેક્સ રેકેટ ઝડપાયું, વ્યક્તિદીઠ એક યુવતીના કલાકના 3 થી 9 હજાર રૂપિયા ચાર્જ
વડોદરા સામૂહિક આપઘાત કેસમાં સોની પરિવારના વધુ એક મોભીનું મોત, દિપ્તીબેન સોનીએ અંતિમ શ્વાસ લીધાં
રાજકોટમાં હોમગાર્ડ ચાલુ વાહને પિચકારીને ભાગ્યો, કાર ચાલકે પીછો કરીને કહ્યું ‘મમરા ભરી દઈશ હો’, જુઓ વિડીયો….